રઘુનાથ બ્રહ્મભટ્ટ ~ મીઠી મીઠી * Raghunath Brahmbhatt

ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે

મીઠી મીઠી તે સખી વ્રજની તે વાટલડી
મધુરાં છે યમુનાના નીર,
ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે.

મીઠી મીઠી રે શ્યામ વ્રજની રે વાતલડી
મધુરાં તે તીર સમીર,
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે.

અવનીને આંગણીયે સોહે સોહામણો 
મધુવનમાં વૃંદાવન કૂંજ
એ રે રસકૂંજમાં હું રમતી’તી
શોધંતી જ્યોતિનાં પૂંજ
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે.

તનમાં ગોવિંદ, મારા મનમાં ગોવિંદ,
મારે નયને ગોવિંદ નિત્ય નાચે,
આશા ગોવિંદ, મારી શ્રદ્ધા ગોવિંદ,
પ્રાણે પ્રાણે ગોવિંદ નામ ગૂંજે.
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે.

~ રઘુનાથ બ્રહ્મભટ્ટ

જેના ગીતો સાંભળવા પરોઢ સુધી લોકોના ‘વન્સમોર’ થતા રહેતા એવા કવિ-નાટયકાર ‘રસકવિ’નું આ મજાનું ગીત અનુરાધા પૌંડવાલના મીઠા સ્વરમાં યુટ્યુબ પર સાંભળી શકો છો. અહીં ડાઉનલોડ કરી શકાતું નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “રઘુનાથ બ્રહ્મભટ્ટ ~ મીઠી મીઠી * Raghunath Brahmbhatt”

Scroll to Top