રતિલાલ ‘અનિલ’

કોરું હૈયું કૈં ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?

માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?

વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડાયું નહીં ?

ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન,
તારા હૈયે કૈંજ ભટકાયું નહીં ?

ફૂલ શું, લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?

ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ફણગાયું નહીં !

રંજ એવો દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.

કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !

~ રતિલાલ અનિલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “રતિલાલ ‘અનિલ’”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    વરસાદી મોસમનો લીલોછમ સત્કાર પ્રત્યેક શેરમાં

Scroll to Top