રતિલાલ સથવારા ~ જાર તો વેરી છે * Ratilal Sathvara

એક જ વિભુનાં

જાર તો વેરી છે એક જ ચોકમાં,
ચણવું ભીનો રાખી સાથ,
ભલે ને કંકર ફેંકે પારધી,
ઝીલજો રહીને સંગાથ,
આપણે સંતાનો એક જ વિભુનાં.

સાચું રે કહું તો વેરી કોઈ નથી,
જગ તો મોંઘેરું હાટ,
આખું રે ખડકાયું છે હેતથી,
લઈ લ્યો, જોશો ના વાટ,
આપણે સંતાનો એક જ વિભુનાં.

ડૂસકાં ઊગે જો કોઈ કુટિરમાં,
ધાજો, કરશો ના વાર,
પાણીડાં પાજો એને હેતનાં,
મનખો ઊતરશે પાર,
આપણે સંતાનો એક જ વિભુનાં.

વિભુએ ઘડ્યાં છે એક જ ઘાટમાં,
સૌનો એક જ કંથ,
વાડા રે મિટાવી દેજો ધર્મના,
આપણો એક જ પંથ,
આપણે સંતાનો એક જ વિભુનાં.

~ રતિલાલ સથવારા (10.1.1942)

ભજન જેવું આ ગીત સરળ હૃદયનું દર્શન આપે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “રતિલાલ સથવારા ~ જાર તો વેરી છે * Ratilal Sathvara”

  1. ‘આપણે સંતાનો એક વિભુનાં’ નું આવર્તન કવિને જે કહેવું છે એને દૃઢ બનાવે છે.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    પ્રાર્થના ગીત જેવું ભાવવાહી

  3. ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર છબીલભાઈ, મેવાડાજી, હરીશભાઈ, મીનલબેન, ઉમેશભાઈ

Scroll to Top