આંગળીના ટેરવે ~ રન્નાદે શાહ
આંગળીના ટેરવે ક્યાંથી મળે જળનું ટીપું ?
સ્પર્શ ભીનાં ઝળહળે છે, ઝળહળે જળનું ટીપું.
છીપ પણ અકબંધ રાખી, સાચવો શમણું હજી
ખોલશો ના, તોડશો ના, ટળવળે જળનું ટીપું.
આંખની બારી ઉઘાડી કોણ આ ઊડી ગયું ?
ઝૂરતા એકાંતને ક્યાં સાંકળે જળનું ટીપું ?
ડાળથી છુટ્ટા પડેલા પાંદડાઓ ક્યાં ગયા ?
પીલચટ્ટી ધૂળમાં આ ટળવળે જળનું ટીપું.
સાવ સૂના ઓરડાને સાચવી ઘર ઊંઘતું
આંગણે આકાશ ઊભું, નેવલે જળનું ટીપું.
~ રન્નાદે શાહ
આંખના ઝળહળતા આંસુની કથા. આંગળીના ટેરવાની ભીનાશમાં સ્પર્શની કુમાશ સમાવતા આંસુઓની કથા. આંખની છીપમાં સંતાયેલા મોતી જેવા શમણાને સીંચતા આંસુઓની કથા ! આ શમણું તોડાય ના… પીળાચટ્ટી ધૂળમાં આ ટીપાં રગદોળાય ના…. વાહ કવિ !
OP 4.6.22
Smita Shah
12-06-2022
રન્નાબેન સુંદર અભિવ્યક્તિનું કાવ્ય
લતાબેન બધા જ કાવ્યો માણવા લાયક
આભાર
11-06-2022
આભાર છબીલભાઈ, મેવાડાજી, જયશ્રીબેન અને રન્નાદે શાહ
‘કાવ્યવિશ્વ’ના સૌ મિત્રોનો આભાર
Jayshree Patel
06-06-2022
વેદના આંસુઓની દરેક રૂપે જળ પણ દરેકમાં વેદનાનાં સૂર👌👍
રન્નાદે શાહ
04-06-2022
આભાર લતાબેન…સરસ સંકલન કરો છો.કાવ્યવિશ્વ્ના પ્રત્યેક સંકલનમાં ખૂબ મઝા આવે છે.
તમને ખરેખર ખૂબ અભિનંદન
સાજ મેવાડા
04-06-2022
ખૂબ જ જૂદી રીતની અભિવ્યક્તી, જોકે વેદનાનો સૂર સંભળાય છે.
છબીલભાઈ ત્રિવેદી
04-06-2022
આજનુ રન્નાદે શાહ નુ કાવ્ય ખુબજ ગમ્યું બધાજ શેર ખુબ ગમ્યા આભાર લતાબેન
