રન્નાદે શાહ ~ આ હવામાં * Rannade Shah

આ હવામાં ક્યાંક તારી ગન્ધ છે
તું નથી એ પણ સમયનો રંગ છે.

હું શ્વસું કેવળ તને પાગલ થઇ
શ્વાસમાં એથી ધબકતો છંદ છે.

આ પ્રતીક્ષાને મળે લાંબી ક્ષણો
ઓ સમય ! બદનામ તારો વંશ છે.

આંખના ઝાકળ હવે ક્યાં બેસશે ?
પાનખરની ચાલમાં પણ કંપ છે.

ભીડમાં દોડ્યા કરું છું એકલી
આ વિરહ તારા સુધીનો પંથ છે… 

~ રન્નાદે શાહ

પ્રેમમાં સણકા અને સુખ વચ્ચે એક અળવીતરો સંબંધ છે. જે પીડે એ જ સુખ પણ દે. વિરહના દર્દમાં સુખનીય એક ધીમી આંચ હોય…. એ જ તો પ્રેમની ખૂબી છે.

પ્રેમ, વિરહ અને મિલન વિશે એટલું બધું લખાઈ ચૂક્યું છે કે એ વિશે લખવું એ સાગરમાં બુંદ ભેળવવા જેવું લાગે. સાથે સાથે વિચાર આવે કે એકસાથે બે-ત્રણ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને ચકાસતા રહેતા કે જરાક વાંધો પડતાં ફટ દઈને પાર્ટનર બદલી નાખતા આજના યુવાનો ! ઘરનાનો વિરોધ અવગણીને ભાગીને લગ્ન કરતું યુગલ ત્રણ મહિનામાં ડિવોર્સ પેપર સહીઓ કરીને નવી શોધમાં નીકળી પડે ! અને આમાં હવે કોઈને નવાઈ લાગતી નથી. લોકો કહે કે જુઓને, કેવો સમય આવ્યો છે ! સમય બિચારો શાંતિથી પહેલાંય એનું કામ કરતો હતો, આજે પણ કરે છે અને કહે છે આમાં મારી કોઈ ભૂમિકા નથી. એટલે જ જે કલ્પન વધુ ગમ્યું એ આ – ‘આ પ્રતીક્ષાને મળે લાંબી ક્ષણો, ઓ સમય ! બદનામ તારો વંશ છે’.

અને એ ય ખરું  કે કવિએ શા માટે વિચારવું કે આ કઈ પેઢીને સ્પર્શશે ? જ્યારે કશું પણ લખાતું હોય ત્યારે એ સ્વાન્ત: સુખાય જ હોય છે.

2.9.21

આભાર આપનો

11-09-2021

આભાર છબીલભાઈ, મેવાડાજી, વિવેકભાઈ, ઇંગિતભાઈ, પ્રફુલ્લભાઈ, મયુરભાઈ, લલિતભાઈ, દિલીપભાઇ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

દિલીપ જોશી

06-09-2021

ભીડમાં દોડ્યા કરું છું એકલી,
આ વિરહ તારા સુધીનો પંથ છે.
બહુ જ સરસ ગઝલ.મજા આવી ગઈ.વાહ વાહ!!

લલિત ત્રિવેદી

05-09-2021

વાહ

મયૂર કોલડિયા

03-09-2021

વાહ…. સુંદર રસાસ્વાદ….

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

02-09-2021

આ ગઝલના રસાસ્વાદ આપે ખૂબજ સરસ કરાવ્યો છે. અલબત્ત ગઝલ પણ નવો રંગ લઈને રચાઈ છેે .

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

02-09-2021

આ ગઝલના રસાસ્વાદ આપે ખૂબજ સરસ કરાવ્યો છે. અલબત્ત ગઝલ પણ નવો રંગ લઈને રચાઈ છેે .

પ્રફુલ્લ પંડ્યા

02-09-2021

ખૂબ સરસ ગઝલ ! શ્રી રન્નાદે શાહને હાર્દિક અભિનંદન ! બદલાતી જતી સમયની તાસિર વિશેનું સ-રસ ચિંતન

ingit modi

02-09-2021

Wah Bahuj Saras gazal ………………

છબીલભાઈ ત્રિવેદી

02-09-2021

કવિયત્રી રન્નાદે શાહ નુ કાવ્ય ખુબજ સુન્દર સમય તો પહેલા કરતા પણ વધારે સારો છે પણ ઘણી વખત વિચાર ધારા બદલાતી હોય છે આમા આપણો કઈ દોષ હોતો નથી ઘણીવાર સંજોગો અેવા ઉભા થતા હોય છે અભિનંદન આભાર લતાબેન

Vivek Tailor

02-09-2021

Nice

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top