રમેશ પટેલ ‘ક્ષ’ ~ સ્તબ્ધ આંખોથી * Ramesh Patel

તે કોણ છે?

સ્તબ્ધ આંખોથી મને જોયા કરે તે કોણ છે?
ને પછી દૃષ્ટિ થકી પળમાં સરે તે કોણ છે?

સાવ સુક્કું વૃક્ષ છે ને સાવ સુક્કી ડાળ છે,
પર્ણ જેવું કંઈ નથી તોપણ ખરે તે કોણ છે ?

મેં અચાનક આંખ ખોલી ને ગગન જોઈઃ કહ્યું
શર્વરીના કેશમાં મોતી ભરે તે કોણ છે?

આમ તો ઝરણાં હંમેશાં પર્વતોમાંથી સરે,
તે છતાં આ રણ મહીં ઝરમર ઝરે તે કોણ છે?

જળ મહીં તરતાં રહે સરતાં રહે એ મત્સ્ય, પણ
મત્સ્યની આંખો મહીં જે તરવરે તે કોણ છે ?

સહુ મને દફ્નાવવાને આમ તો આતુર, પણ
આ ક્ષણે મુજ શ્વાસમાં આવી ઠરે તે કોણ છે ?

~ રમેશ પટેલ ‘ક્ષ’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “રમેશ પટેલ ‘ક્ષ’ ~ સ્તબ્ધ આંખોથી * Ramesh Patel”

  1. મસ્ત રચના. કોઈ એવું અગોચર તત્વ કે જેની ઝાંખી થાય છે, આત્માને પ્રતીતિ થાય પણ દૃશ્યમાન થતું નથી એ ભાવને ‘કોણ છે’ પૂછીને કવિ ઘૂંટ્યા કરે છે. અભિનંદન.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    વિસ્તરતા વિસ્મયની મુગ્ધ કવિતા

Scroll to Top