રમેશ પારેખ ~ પાંદડું કેવી રીતે Ramesh Parekh

પાંદડું કેવી રીતે ~ રમેશ પારેખ  

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સત્ત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યુંઃ તું કોણ છે ?
એનો ઉતર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, ‘રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

રમેશ પારેખ

આવું વિચારી શકે અને એના પર ગઝલ આપી શકે એ રમેશ પારેખ જ..

આજે સંગીતકાર અને ગાયક આસિત દેસાઇનો જન્મદિવસ. 

કવિ અને ગાયકને વંદન સહ.

કાવ્ય : રમેશ પારેખ સ્વર : આસિત દેસાઇ

***

28.6.22

દીપકભાઈ કે ગોહેલ

28-06-2022

આસિત દેસાઇ ને જન્મદિવસ ની શુભેચ્છાઓ સાથે રમેશ પારેખની સરસ ગઝલ માણવા મળી.
આભાર લત્તાબેન.

સાજ મેવાડા

28-06-2022

ખૂબ સુંદર ગઝલ માણવા મળી.

છબીલભાઈ ત્રિવેદી

28-06-2022

આસિતદેસાઈ ને જન્મદિવસ નીવધાઈ સાથે રમેશપારેખ ની સરસ રચના આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top