રમેશ પારેખ ~ શુષ્કશુષ્ક ચહેરા ૫૨ * Ramesh Parekh

રઘુવીર ચૌધરી

શુષ્ક શુષ્ક ચહેરા ૫૨ કવચિત જ સ્મિત
મધ્યમ અવાજે, તોલી બોલવાની રીત

વહે આખી સાહિત્ય પરિષદનો બોજ
તોય થાક જેવું નહીં, આઠે પહોર મોજ

કયાં-કયાં લખે, કયાં-કયાં બોલે, કયાં-કયાં પહોંચે રોજ
ચારે હાથે કર્યા કરે શબ્દની જ ખોજ !

કોલમથી કવિતા સુધીની શબ્દરેલ
પંડિત પેઢીનું મિનિયેચર મૉડેલ

થોડું બોલે, શારી નાખે સેટાય૨ વડે
કોઈક જો અણઘડ હાથે એને અડે

અહીં અને પણે સદા ઘસાઈ છૂટે છે
રઘુવીર ચંદનનું કાષ્ઠ-કયાં ખૂટે છે ?

નારિયેલ ફળ- શા વ્યક્તિત્વનો માલિક
મને એની ખાલીખાલી લાગ્યા કરે બીક !

~ રમેશ પારેખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “રમેશ પારેખ ~ શુષ્કશુષ્ક ચહેરા ૫૨ * Ramesh Parekh”

  1. kishor Barot

    રઘુવીરજીનું આટલું સુંદર અને સુરેખ શબ્દચિત્ર માત્ર ર.પા.જ આલેખી શકે.
    અદ્ભૂત.

Scroll to Top