રવિગાન

શાંત થા મારા હૃદય, આ મહાકાય વૃક્ષો રૂપે અહીં પ્રાર્થના ચાલી રહી છે.

**

ક્ષણનો ઘોંઘાટ શાશ્વતીના સંગીતનો ઉપહાસ કરે છે.

**

વાદળું વિનમ્રભાવે આકાશના એક ખૂણામાં ઊભું હતું. પ્રભાતે તેના મસ્તકે વૈભવનો મુગટ પહેરાવ્યો.

**

માટી અપમાન પામે છે અને તેનો બદલો વાળે છે ફૂલો વડે.

સાભાર : ‘રવિ–લહર’ – વસંત પરીખ 

16.5.21

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

16-05-2021

ખૂબ સુંદર અવતરણો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top