ઘણના ઘા નહીં પણ નાચતા કૂદતા જળનું સંગીત કાંકરાને સુંવાળા બનાવે છે.
**
પુષ્પોનું મધુ ચૂસીને ભ્રમરો આભારનું ગુંજન કરતાં ઊડી જાય છે. વરણાગિયા પતંગિયાઓને બેશક એમ લાગે છે કે ફૂલોએ તેનો ઉપકાર માનવો જોઈએ.
**
બધી ભૂલો રોકવા માટે જો તમારા દરવાજા બંધ કરી દેશો તો સત્ય પણ બહાર જ રહી જશે.
**
પાંદડું પ્રેમ કરે છે ત્યારે એ પુષ્પ બને છે. પુષ્પ પૂજા કરે છે ત્યારે એ ફળ બને છે.
**
હું જે મુંઝારો આનુભાવી રહ્યો છું તે – મારો આત્મા ભીતરમાંથી બહાર આવવા મથી રહ્યો છે એ કારણે છે ? કે આ જગતનો આત્મા મારા હૃદયમાં પ્રવેશવા તેના દ્વાર ખખડાવી રહ્યો છે, એનો છે ?
સાભાર : ‘રવિ–લહર’ – વસંત પરીખ
28.2.21
