રવીન્દ્રનાથ ટાગોર ~ અંતરમમ * Rabindranath Tagore

અંતર મમ વિકસિત કરો ~ રવીન્દ્રનાથ ટાગોર

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

~ રવીન્દ્રનાથ ટાગોર

ભાગ્યે જ કોઈ એવું હશે કે જેણે રવીન્દ્રનાથની પ્રાર્થનાનો આ અનુવાદ ન સાંભળ્યો હોય. એ પ્રાર્થના તરીકે એટલી વાર ગાયો છે કે મનમાં એના સ્વરો ગૂંજ્યે રાખે છે. આ પ્રાર્થના સંપૂર્ણ છે. મને યાદ આવે છે ‘વિપશ્યના’ ધ્યાનમાં ગવાતી પ્રાર્થના, ‘સબકા મંગલ હો….’ ઈશ્વર પાસે શું માંગી શકાય? આ જ ને ! વ્યક્તિગત રીતે જે પ્રભુ પાસેથી માંગી શકાય એ પણ અહીં સરસ રીતે વણાયું છે. કવિ લખે છે, ‘સૌની સંગે જોડો અને બંધનો તોડો’ વિશ્વબંધુત્વ અને વીતરાગતા બેયનો સમન્વય આ શબ્દોમાં થયો છે અને જાણે બધું જ આવી ગયું ! કવિશ્રી સુરેશ દલાલ આ કવિતાને ભગવદ ગીતા સમકક્ષ મૂકે છે.

દરેક પંક્તિના છેડે આવતો શબ્દ ‘હે’ એક જુદો જ મધુર પ્રાર્થનાભાવ ઉત્પન્ન કરે છે…   

કવિના જન્મદિને સ્મૃતિવંદન. 

OP 7.5.22

કાવ્ય : ટાગોર સંગીત : અતુલ મર્ચન્ટ સ્વર : બીજલ, મનીષા, વિરાજ, જતીન, પરાગ

છબીલભાઈ ત્રિવેદી

08-05-2022

કવિવર શ્રી રવિન્દ્રટાગોર ના જન્મદિન નિમિત્તે વંદન પ્રાર્થના ખુબ સુંદર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “રવીન્દ્રનાથ ટાગોર ~ અંતરમમ * Rabindranath Tagore”

  1. અંતરને વિકસિત કરવાના ઉપચાર કવિવરે કેટલા સચોટ વર્ણવ્યા છે?! વંદન કવિવર્યને

Scroll to Top