થેલીનું કેવું રૂપાંતર થાય છે,
ચોપડી ભરવાથી દફતર થાય છે !
એક પડછાયો અહીં બેઠો રહ્યો
બાંકડાને આજ કળતર થાય છે !
શીખવા મળતું નથી સંસારમાં
માના ખોળામાં જે ભણતર થાય છે !
એક તાકાના જ છે સંતાન પણ
એક ખાપણ, એક ચાદર થાય છે !
અર્થ ત્યારે રાખ હોવાનો સરે
ક્યારીમાં નાખો તો ખાતર થાય છે
ખપ પડે છે વ્હાલના તોરણનો પણ
માત્ર વખરીથી જ ક્યાં ઘર થાય છે ? ……
~ રાકેશ હાંસલિયા
જીવનના પાયારૂપ હકારાત્મક વાતો કલાકૃતિની જેમ અહીં રંગો સાથે ઊઘડે છે.
ગામડામાં થેલીના કેવા વિવિધ પ્રયોગો ! શાક લાવી શકાય, કરિયાણું લાવી શકાય અને બાળક એને જરા ખંખેરી, એમાં ચોપડીઓ ભરી દે તો એ દફતર પણ બની જાય ! એ જ કુટુંબ, એ જ શાળા, એ જ વ્યવસ્થા પણ રસ્તા જુદા પકડાય અને મંઝીલ બદલાઈ જાય છે. એ જ દફતર, એ જ તાકો અને એ જ વખરી પણ કેવું અલગ અલગ ભાવવિશ્વ સર્જે છે ! સળંગ ભાવસૂત્રમાં જરા ચીલો ચાતરતો છેલ્લો શેર સ્વતંત્ર રીતે સરસ થયો છે.
ખપ પડે છે વ્હાલના તોરણનો પણ ; માત્ર વખરીથી જ ક્યાં ઘર થાય છે ?
29.5.21
***
Sarla Sutaria
08-07-2021
માના ખોળામાં જે ભણતર થાય છે …
ખૂબ સુંદર ગઝલ ???
Dr. Ishita Dave
29-05-2021
Khub sundar gazal.
વિવેક ટેલર
29-05-2021
સરસ રચના…
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
28-05-2021
કવિ રાકેશ હાંસલીયા ની ગઝલ ખૂબ જ ગમી, વાહ!
મનોહર ત્રિવેદી
28-05-2021
રાકેશ,જયન્ત ડાંગોદરા જયેન્દ્રના ગીતનો સુરેશભાઈએ કરાવેલો આસ્વાદ,હસમુખ અબોટીનું સૉનેટ-આ બધું તમે પૂરી નિસબત અને ખાંખાખોળા કરીને મૂક્યું છે.
રસપૂર્વક વાંચું છું. સુકામનાઓ,બહેન લતાબહેન.
kishor Barot
28-05-2021
દરેક શૅર દમદાર ?
અભિનંદન, રાકેશભાઈ.
Varij Luhar
28-05-2021
વાહ રાકેશ.. સુક્ષ્મ નિરીક્ષણ..થેલીનું કેવું રૂપાંતર થાય છે?
આવા શિક્ષકો જેને મળે તે વિદ્યાર્થીઓ નસીબદાર ગણાય
Varij Luhar
28-05-2021
વાહ રાકેશ.. સુક્ષ્મ નિરીક્ષણ..થેલીનું કેવું રૂપાંતર થાય છે?
આવા શિક્ષકો જેને મળે તે વિદ્યાર્થીઓ નસીબદાર ગણાય

અતિ સુંદર ગઝલ.
અભિનંદન, રાકેશભાઈ. 🌹