રાજેન્દ્ર શાહ ~ આપણાં દુખનું * Rajendra Shah   

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનું વાહન કોણ બની રહે? નહીં અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

~ રાજેન્દ્ર શાહ  

કવિ રાજેન્દ્ર શાહના જન્મદિને સ્મૃતિવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “રાજેન્દ્ર શાહ ~ આપણાં દુખનું * Rajendra Shah   ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    દુ:ખનું કેટલું જોર?પ્રશ્ન જ ભાવકને અલગ વિચારબિંદુ પર મૂકી દે છે. સુખદુ:ખેશ્વનુદ્વિગ્ન મના: સુખેષુ વિગતસ્પૃહ:ગીતાવચન યાદ કરાવે તેવી કવિતા

  2. કવિશ્રીને ભાવવંદના..સારી સરળ બાનીમાં ઊંચી વાત કેવી સરસ રીતે કવિ કરી દે છે!!

Scroll to Top