રાજેશ વ્યાસ ~ કોઈ સપના વગર & આંસુ શબ્દો * Rajesh Vyas

જીવ્યા વગર

કોઈ સપના વગર, કોઈ ઈચ્છા વગર
જિંદગી રોજ વીતી છે જીવ્યા વગર.

આંખ દોડી અને વિંટળાઈ વળી
આમ ભેટી પડાયું છે સ્પર્શ્યા વગર.

તારવ્યાં અર્થ સૌએ દશા જોઈને
કૈંક પડઘા પડ્યા આમ બોલ્યા વગર.

લાખ ટોકે ને રોકે, મનાઈ કરે
તોય ક્યાં રહી શક્યું કોઈ તડપ્યા વગર.

આખરી પળમાં સૌને અહીં થાય છે
જાય છે કૈં જ સમજ્યા કે જાણ્યા વગર.

ભર અષાઢે શું મિસ્કીન વિશે હું કહું ?
એક વાદળ ભટકતું’તું વરસ્યા વગર.

~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

થાઉં છું

આંસુ શબ્દો બધું જ ખૂટે
પછી જ સાચી પુકાર થાઉં છું

હજાર સાંજો, હજાર યાદો,
ને એક ઝટકે સવાર થાઉં છું.

જરાય મન ક્યાં ? કશું થવાનું,
અને છતાં યે ધરાર થઉં છું

ફર્યા કરે છે તમામ દુનિયા,
સૂરજની માફક પસાર થઉં છું..

~ રાજેશ વ્યાસમિસ્કીન’

કવિનો આજે જન્મદિવસ

લાખ લાખ શુભકામનાઓ કવિ…

કલમ વહેતી જ રહે….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “રાજેશ વ્યાસ ~ કોઈ સપના વગર & આંસુ શબ્દો * Rajesh Vyas”

  1. વાહ…
    કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

Scroll to Top