🥀 🥀
*લકીર*
હું એકલો મુજ ઘરે અમથો ઘડી ઘડી
બેચેન થૈ ફરી રહું…
ભીંતો તણું રુધિર ચૂસતી ન્હોરશી હતી
ચોટી સશક્ત જરી ના હલતી ગરોળીઓ.
ને કોક કોક ક્ષણ મૂષક આવતાં હ્યાં દોડી,
અવાજ હૂલવી—ગજવી ખસી જતા…
કૈં કેટલીય ઊડતી રૂપ — કામભૂખી
ઊંચે ચડી ઝઘડતી અહીં મૂક માખો. –
સામે તરે વળગણી કૃશ, હાડખોખું.
ને ગોખમાં સળવળી હળવે ફણી સમો
અંધાર ઊતરી ધસે ડસવા મને;—ત્યાં
…પછીતની જાળીમાંથી
આવી પડી કિરણ ફૂટતું.. ભોંય નીચે.
જાણે સરી ગઈ… અચાનક આછી રેશમી
તારી પ્રિયે…! હળુ હળુ સ્મિતની લકીર,
– લાગે હવે ભર્યું ભર્યું ઘર..…
~ રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત‘ (1.8.1939)
છાંદસ, અછાંદસ અને ગ્રામપરિવેશ એમની લાક્ષણિકતા.
‘મારી અનાગસિ ૠતુ‘ કાવ્યસંગ્રહ.
ખૂબ જ સરસ રચના, વિષાદ માંથી આનંદની ક્ષણો.
ખુબ સરસ રચના ખુબ ગમી