રીનલ પટેલ ~ મજાનાં શેર * Rinal Patel

મજાનાં શેર

છોડી જશે એ ડાઘ ઊંડો તનની માફક મન ઉપર
શક નામના આ ખીલને ઉતાવળે ના ફોડ, દોસ્ત ***

એ તબિયત જોઈ ગ્યાં એનાં પછી

સો ઉપર છે તાવ, એ શું કામનું ?***

કોઈ સામે આવીને પણ કંઈ ન બોલે

કોઈ સંતાઈને પાછળ દ્વાર ખોળે ***

કાગળમાંથી હોડી થઈ ‘તી

તૂટ્યાં સપનાં, રહી ગ્યો કાગળ***

જિંદગી ગોથું ખાય તો સારું

એ બહાને શિખાય તો સારું ***

કોઈ લઈ શબ્દનો આધાર બોલો

કોઈ આંખોથી જ પારાવાર બોલે ***

એટલા હકથી પધારે આપદા

જાણે મામાના ઘરે ભાણેજ આવે ***

છેક છેલ્લે હાથ ખંખેરી બધા છૂટા પડ્યા
તો પરત આવીને કોણે તાપણું ઠાર્યું હશે ? ***

સાવ પાસે ગયા પછી લાગ્યું

થોડું અંતર રખાય તો સારું ***

~ રીનલ પટેલ

કવિ રીનલ પટેલના કાવ્યસંગ્રહ ‘એ તરફ ઢોળાવ’નું કાવ્યવિશ્વમાં સ્વાગત છે.

સંગ્રહમાંથી સરળ અને મજાનાં ચૂંટેલા શેર આપની સામે છે.

‘એ તરફ ઢોળાવ’ : ગૌતમ પબ્લીકેશન ઓક્ટોબર 2023  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “રીનલ પટેલ ~ મજાનાં શેર * Rinal Patel”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    પસંદ કરેલ શેર કવયિત્રીની કવિતાની તાસીરના પરિચાયક છે.

  2. મેડિકલ વ્યવસાયમાંથી ખૂબ સારા કવિઓ મળ્યા છે, કવિયત્રી
    રીનલ ખૂબ જ જૂદા મિજાજમાં સરસ ગઝલો આપે છે.

  3. ઉમેશ જોષી

    સકળ શે’ર હ્રદયગમ્ય છે.
    કવયિત્રીને અભિનંદન.

  4. બહેન રીનલનું કાવ્યવિશ્વમાં સ્વાગત.
    એમના થોડા શેર ગઝલ ક્ષેત્રે નવી તાજગી લઈને આવશે એવી આશા જન્માવે છે. અભિનંદન.

  5. ઉમેશ ઉપાધ્યાય

    તમામ શૅર ખુબ સરસ છે. 👌🏽👌🏽👌🏽

Scroll to Top