
એક પતંગિયા શી ચંચળ છોકરી ~ રેખા ભટ્ટ
એક પતંગિયા શી ચંચળ છોકરી,
જાણે ખળખળ વહેતું ઝરણું,
જાણે મઘમઘતી જૂઈ
જાણે છૂઇમૂઈ
સપનાં પરોવતી જાગતી આંખે
હિંડોળે ઝૂલતી
એક દિવસ રાજકુમારની સાથે ઊડે
પાંખાળા ઘોડા પર બેસીને……
ધીમે ધીમે
હિંચકાનો લય ધીમો પડતો જાય
ગીતનું ગૂંજન વિરમતું જાય
પાંખો બિડાય
એક છોકરી
જાતે કોશેટો ગૂંથતી ગૂંથતી
ઈયળ બની જાય…
~ રેખા ભટ્ટ
આ દાસ્તાન સદીઓથી અને કદાચ સદીઓ સુધી….. જુદા જુદા સ્વરૂપે એ પ્રગટતી જ રહેશે !!!!
OP 8.3.22
છબીલભાઇ ત્રિવેદી 09-03-2022
રેખા ભટ્ઠ ની રચના ખુબ સરસ મહિલા તો શકિત નો અસ્ખલિત પ્રવાહ છે
સાજ મેવાડા 08-03-2022
કોશેટોની ઈયળ પછી ભમરી ના બની જાય?

નારી સંવેદનાની સરસ અભિવ્યક્તિ. ધન્યવાદ.
સોડસી છોકરીની સંવેદના, વાહ!
ખુબ સંવેદનશીલ રચના અભિનંદન કાવ્ય વિશ્વ