

રેખાબહેન ભટ્ટના નવા બાળકાવ્યસંગ્રહનું ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે.
કોરોનાકાળમાં યુટ્યુબ પર રોજ વાર્તાઓ કહેતાં કહેતાં કવયિત્રીએ બાળગીતો પણ લખવાનાં શરૂ કર્યા અને એ
આખી આનંદયાત્રા બની. ‘શનિસભા’માં એમણે પોતાનાં બાળગીતો રજૂ કર્યા અને પ્રોત્સાહન મળ્યું. ગુજરાતી ફિલ્મ
‘શ્રદ્ધા’માં એમનું બાળગીત ફિલ્માવાયું એનો વિશેષ આનંદ હોય. સુશ્રી નમ્રતા શોધને એમના બાળગીતોના
સ્વરાંકન કર્યા. આવાં તો અનેક પ્લેટફોર્મ કવયિત્રી પામ્યાં અને 47 બાળગીતોનો સંગ્રહ આપનારાં કવયિત્રી લખે છે,
“જુઓને, રમતરમતમાં લખવાં શરૂ કરેલાં બાળગીતોએ મારો નિવૃત્તિનો સમય ખુશીઓથી છલકાવી દીધો !”
‘ઝગમગ ઝગમગ તારા’ * રેખા ભટ્ટ * રન્નાદે 2024

લતાબેન, કાવ્યવિશ્વમાં મારા બાળગીતોના પુસ્તક ઝગમગ ઝગમગ તારા ને આવકાર આપવા માટે આભાર.
સારાં બાળ કાવ્યો લખાય એ ખૂબ જ આવકાર્ય છે. અભિનંદન.