રેણુકા દવે ~ ઊંઘ * Renuka Dave

ઊંઘ ~ રેણુકા દવે

ઊંઘના જેવું સુખ જગે ના કોઈ.
આંખથી ઓઝલ, સઘળું બોઝલ, 
વેર ના કોઈ, ઝેર દ્રગે ના કોઈ….

રંક ને તોયે રજવાડું ત્યાં, રાતને તોયે અજવાળું ત્યાં,
હોય ખજાનો કેવડો તોયે કોઈ ચોકી ના કોઈ તાળું ત્યાં.
જેટલું, જ્યારે,જેમ ચહો, એ કોઈ લૂંટે ના, ઠગ ઠગે ના કોઈ..
ઊંઘના જેવું સુખ…..

આમ જુઓ તો જોજન ભાસે, આંખ મીંચો તો સાવ એ પાસે,
પાંપણ જાજમ પાથરે ત્યાં તો સપના સાચા થઈ ઊભાં છે !
કેટલું આઘું લાગતું ‘તું ત્યાં જઈ ઊભા ને થાક પગે ના કોઈ…
ઊંઘના જેવું સુખ….

આંખ ઊંઘે ને માંહ્યલો જાગે, એવી સોનેરી પળ કો લાધે,
જેમ સાધુ ઘોંઘાટ મહીંથી ઓમકારાના નાદને સાધે,
પળમાં પારાવાર જીવું જો પંડના પગ આ ડગમગે ના કોઈ….
ઊંઘના જેવું સુખ જગે ના કોઈ…

રેણુકા દવે

રાય-રંકને સમાન ગણતી ઊંઘનું ગીત. ‘પાંપણ જાજમ પાથરે ત્યાં તો…’ કેટલું સુંદર કલ્પન ! અને વારી જવાય ત્રીજા અંતરા ઉપર… ‘જેમ સાધુ ઘોંઘાટ મહીંથી ઓમકારાના નાદને સાધે…..’

વિખ્યાત વાર્તાકાર અને કવિ શ્રી ધીરૂબહેન પટેલના માર્ગદર્શન હેઠળ 2022ના એપ્રિલની તા. 10-11-12 ગુજરાત વિદ્યાપીઠ ખાતે સર્જક બહેનોની ત્રિદિવસીય આવાસીય સર્જનશિબિર યોજાયેલી જેમાં મારા રૂમ પાર્ટનર રેણુકા દવેએ આ ગીત ત્યાં રચેલું અને રજૂ કરેલું. એમનું આ તાજજું ગીત ‘કાવ્યવિશ્વ’ના વાચકો માટે….    

OP 14.4.22

આભાર

17-04-2022

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ છબીલભાઈ, મેવાડાજી અને સૌ મિત્રોનો આભાર

મારો આનંદ રેણુકાબેન

છબીલભાઈ ત્રિવેદી

15-04-2022

રેણુકા દવે નુ ઉંઘ નુ ગીત ખુબજ ગમ્યું

રેણુકા દવે

15-04-2022

ખૂબ ખૂબ આભાર લતાબેન

સાજ મેવાડા

14-04-2022

ખરેખર સુંદર ગીત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top