🥀🥀
આ હથેળી પર
તેં કેટલા નામો કોતર્યા મા !
ફૂટેલા લાલ લાલ ટશિયા
તારા ટેરવાંને અડ્યા તો હશે !
જરી બારણે ખખડાટ, ને હૈયે ફફડાટ
છત લઈને આભેય ભાગે
ને મારું પાતાળે ધરબાણ….
ધગધગતી બોલાશ, રોજ નવા પાશ
પાંસળીઓની આરપાર ઉંહકારાની હાર…
દિવાને ફૂંક મારું
કે આ રાત ઓલવાઈ જાય
પણ કાળા ઘોર અંધારે
રાતની ઝાળું વરતાય..
દિ આખ્ખો
ભરડો લઈને બેઠા રહે
આંખોના કરડાપા…
મા
બટકું રોટલાની આશે
તેં તો મને જ કથરોટમાં ગૂંદી, ટીપી
એકવાર તો બોલ
કઈ દિશે ઊગશે મારું પહોર !
~ લતા હિરાણી
પ્રકાશિત @ કવિલોક @ જાન્યુ-ફેબ્રુ 2020
🥀 🥀
આપ મારી વાર્તા નીચેની લિન્ક પર વાંચી શકો છો.

દીકરી વિષે રચાયેલાં કાવ્યમાં આ એક અનોખું કાવ્ય છે. ખૂબ જ સરસ આદરણીય લતાજી.
આભાર મેવાડાજી
ખુબજ સરસ કાવ્ય ખુબ ગમ્યુ
આભાર છબીલભાઈ
ભાવાત્મક વાહ
આભાર કૌશલભાઈ
વાહ ખૂબ ખૂબ સરસ રચના…
આભાર ઉમેશભાઈ
લતાબેન આપનું આ કાવ્ય એક ઉત્તમ કક્ષાનું એક અજન્મા કે અવતરિત દીકરીની વ્યથાને પ્રગટ કરી જાય છે…! હૃદયના તાર તાર ઝણઝણાવી જાય છે… એક અકહી વ્યથા પ્રગટ કરી જાય છે.. ! જાતી પરીક્ષણને નામે આજે જ્યારે ભ્રૂણ હત્યા થઇ રહી છે તે કળી કાળની એક નગ્ન સચ્ચાઈ બતાવી જાય છે…! કથરોટમાં ગૂન્દી એક અનોખી મનોદશા વ્યકત કરે છે.. !… અભિનંદન કવિયત્રીને…!
આભારી છું સુરેશભાઈ