કરમના કારમા કાંડો ~ લતા હિરાણી * Lata Hirani

ફીફાં ખાંડો

કરમના કારમા કાંડો
ફરીથી ઘાવ પર દાંડો
શહેરના મૂક લોકો હે,
મરો ને ભીંતને ભાંડો.

ઉઠાવી એ જ ફરતા રે’
કરીને ન્યાયને બાંડો
જમા અંગો થતાં જ્યાંથી
હિસાબો મોતના માંડો.

ઉઘાડો તો નજર આવે
નહીં તો વાત એ  છાંડો
બધાં ફીફાં સલામત છે
મળીને રોજ એ ખાંડો.

લતા હિરાણી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

23 thoughts on “કરમના કારમા કાંડો ~ લતા હિરાણી * Lata Hirani”

  1. ઉમેશ જોષી

    સત્ય અને વાસ્તવિક અભિવ્યક્તિ.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    સાંપ્રત ઘટના પર કટાક્ષ કાવ્ય

  3. શ્વેતા તલાટી

    ખૂબ જ દુઃખદ ઘટના પર સચોટ પ્રતિભાવ 👍

  4. તીવ્ર કટાક્ષબાણ તાકતી સાંપ્રત કરૂણાંતિકાનીસક્ષમ ભાષાભિવ્યકતિ ! વાહ લતાબેન, હાર્દિક અભિનંદન !
    પ્રફુલ્લ પંડયા

  5. હસમુખ અબોટી 'ચંદન'

    કેટલું વીતી ગયું, તેમ લતાબહેનની કલમ પણ અહીં રડી છે. ઉમદા રચના.

  6. Renuka Dave

    ખૂબ જ સરસ…. સચોટ…સટીક….સટ્ટા…ક….!!

    From within the heart..!

  7. Pragna vashi

    ખૂબ સરસ રચના , નાનકડાં ભુલકાઓનો શું વાંક,
    સરળ સચોટ પડઘો . વાહહહહહ

Scroll to Top