લતા હિરાણી ~ ચામડીની સળમાં * Lata Hirani

ઘડપણ

ચામડીની સળમાં 

સેટ થઈ ગયેલી

સ્પર્શવછોઈ કરચલીઓ

સૂક્કા અવકાશને

આમતેમ ફંફોળે.

દૂર-નજીકના ભેદ ભરેલી

ચશ્માંથી ચિતરાયેલી આંખ

નજર માંડીને

આમતેમ ખંખોળે.

હલનચલન હજીય છે એવા

હામખોયા અંગો

વીંટો વળેલા હૃદયને ઉકેલવા

આમતેમ વળે ટોળે.

શ્વાસ કદી ઝડપી ચાલે

કદીક હાંફે

ને અંદર ખાલી હવાની હડિયાપટ્ટી

બીજું કાંઇ નહીં ?

મન આમતેમ ડહોળે, ડખોળે

બીજું કાંઇ નહીં ?

હવે કાંઇ જ નહીં ?  

~ લતા હિરાણી    

પ્રકાશિત > અખંડ આનંદ > 3-2018

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

14 thoughts on “લતા હિરાણી ~ ચામડીની સળમાં * Lata Hirani”

  1. વૃદ્ધત્વની સમસ્યાનું ચિત્ર શબ્દોદોના લસરકાથી કવયિત્રી ઉપસાવી શક્યાં છે. ધન્યવાદ.

  2. સ્પર્શ વછોઈ કરચલીઓ… વાહ. સુંદર કાવ્ય

  3. ઉમેશ જોષી

    ઘડપણ..અછાંદસ રચના રોચક અને પથ્ય છે..
    લતાબહેન ને અભિનંદન.

  4. હરીશ દાસાણી.મુંબઈ

    ઘડપણ .આ શબ્દ જ ઘસારો સૂચવે છે. કવિ કમલ વોરાએ વૃદ્ધ શતક નામે કાવ્ય સંગ્રહ આ વિષય પર આપેલ છે. લતાબેન થોડા અંતરથી અવલોકન કરનાર અને તટસ્થ દ્રષ્ટિએ જોનાર દ્રષ્ટા તરીકે આ કવિતા આપે છે.

Scroll to Top