લતા હિરાણી ~ ઝળહળના દેશમાં * Lata Hirani

અંદરના ઓરડે ઊઘડે અજવાસ અને અંધારા દૂરના દરિયે
આરપાર વહેતી આ આવન ને જાવન લઈ અઢળકના કાંઠે અવતરીએ  
આવ ઝળહળનાં દેશમાં મળીયે….

નરવી આ ધરતી ને નરવું આકાશ, હવે નરવા તે ગાન ગણગણીએ
કલરવના ઘૂંટ પી, પાંખોના દેશમાં, થઈને આકાશ ફરફરીએ
આવ ઝળહળનાં દેશમાં મળીયે…..

એકાંતો ઉજવતાં જળની સંગાથે આ, બેસી જા ટીપાંને તળિયે
મનભાવન ભીનાશો પહેરેલી પળને, લે છાતીમાં સંતાડી દઈએ
આવ ઝળહળનાં દેશમાં મળીયે….  

દિશ-દિશનાં પગરવો પડઘાતા પંડમાં, હરદમ હોંકારામાં ભળીએ
પ્રગટે છે પ્રાણ અને ઊઘડે આનંદ રે, સૂરમાં સહજના સરીએ
આવ ઝળહળનાં દેશમાં મળીયે….  

‍‍~ લતા હિરાણી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

13 thoughts on “લતા હિરાણી ~ ઝળહળના દેશમાં * Lata Hirani”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અગોચર ભાવપ્રદેશનું રમ્ય ગીત

  2. આગમના ઇલાકામાં કવયિત્રી સહજ સહજ આંટો મારી આવે છે. ગીતમાં આવેલી સરસ રચના. અભિનંદન.

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ

    લતાબેનનુ આ ગીત અધ્યાત્મથી તરબતર… અંદરનાં દેશમાં જો અજવાળાં થાય તો બધાં દ્વાર ઝળહળ ઝળહળ થાય…ઠેઠ અંદર બેસવું એટલે કે અલખ જગાવવી હોય તો જળનાં ટીપાંની જેમ ઠેઠ… તળીયે જઈને સમાધિસ્થ થાવું પડે…! લતાબેન ખૂબ ખૂબ અભિનંદન આપને

  4. DILIP Ghaswala

    Congratulations Lata Ben
    આધ્યાત્મિક મનોભાવ જગતને ઉજાગર કરતુંઆ ગીત ખૂબ જ મનોહારી છે.

  5. 'સાજ' મેવાડા

    ખૂબ જ સરસ ભાવવાહી લયબધ્ધન ગીત છે.ખાર્મિક અર્થ સભરય

Scroll to Top