
🥀🥀
*ઝળહળના દેશમાં *
અંદરના ઓરડે ઉઘડે અજવાસ
અને અંધારા દૂરના દરિયે
આરપાર વહેતી આ આવન ને જાવન લઈ
અઢળકના કાંઠે અવતરિયે
આવ ઝળહળના દેશમાં મળિયે..
નરવી આ ધરતી ને નરવું આકાશ,
હવે નરવા તે ગાન ગણગણિયે
કલરવના ઘૂંટ પી પાંખોના દેશમાં,
થઈને આકાશ ફરફરિયે
આવ ઝળહળના દેશમાં મળિયે..
એકાંતો ઉજવતા જળની સંગાથે
લે, બેસી જા ટીપાંને તળિયે
મનભાવન ભીનાશો પહેરેલી પળને તો
છાતીમાં સંતાડી દઈએ
આવ ઝળહળના દેશમાં મળિયે..
દિશ-દિશના પગરવો પડઘાતા પંડમાં
હરદમ હોંકારામાં ભળિયે
પ્રગટે છે પ્રાણ અને ઉઘડે આનંદ રે
સૂરમાં સહજના ભળિયે
આવ ઝળહળના દેશમાં મળિયે..
લતા હિરાણી
કવિલોક 7-2021 માં પ્રકાશિત
મારી વાર્તા ‘પ્રેમપત્ર’ નીચેની લિન્ક પર આપ વાંચી શકો. આભાર.

Pingback: 🍀17 જુન અંક 3-1187🍀 - Kavyavishva.com
વાહ ખુબ સરસ રચના ખુબ ખુબ અભિનંદન
આભાર છબીલભાઈ
વાહ લતાબેન…..
કલમ અદ્દભુત ચાલી છે….
અભિનંદન….
આભાર અરવિંદભાઇ
વાહ, અભિનંદન લતાજી. ખૂબ જ સરસ શબ્દ ચયન, અને ગીત.
આભાર મેવાડાજી
વાહ, ખૂબ સરસ રચના
વાહ, ખૂબ જ સરસ રચના
આભાર વિપુલભાઈ
વાહહહ ખૂબ સરસ રચના ,
અભિનંદન લતાબેન .
આભાર પ્રજ્ઞાબેન
સરસ રચના. “મનભાવન ભીનાશો પહેરેલી પળને તો છાતીમાં સંતાડી દઈએ
આવ ઝળહળના દેશમાં મળિયે..” વિશેષ ગમી.
સરયુ પરીખ.
આભાર સરયુબેન