લતા હિરાણી ~ પ્રગટ્યા દીપકપ્રાણ * Lata Hirani

🌸

*પ્રગટ્યા દીપકપ્રાણ*

પ્રગટ્યા દીપકપ્રાણ
ઝળે ઝળહળે
, દળે દીનતા
પ્રગટે, ખોલે આતમખાણ
પ્રગટ્યા દીપકપ્રાણ….

કશી તમા ના, કોઈ કહે શું !
અટવાવું ના, છોડીને હું
કૃપા ગુરુની થઈ પ્રમાણ
પ્રગટ્યા દીપકપ્રાણ….

ઝબકારામાં સદીઓ વીતી
અંધારે આવરદા ખૂટી
આજ અચાનક વરસી લ્હાણ    
પ્રગટ્યા દીપકપ્રાણ….   

દિવસો-રાતો-વર્ષો-દસકા
મીટ માંડી બેઠા
’તા જીવલા
આખર અંતે આવ્યું વ્હાણ
પ્રગટ્યા દીપકપ્રાણ….    

~ લતા હિરાણી

પ્રકાશિત > શબ્દસૃષ્ટિ 2-2024

વાંચો મારી વાર્તા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

11 thoughts on “લતા હિરાણી ~ પ્રગટ્યા દીપકપ્રાણ * Lata Hirani”

  1. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"

    ભીતર દીવો પ્રગટ્યાના અનુભવનું ગીત.
    વાહ, લતાબેન.

Scroll to Top