લતા હિરાણી ~ મતગીત * Lata Hirani  

🌸

મતગીત

મતદાર હવે તારો વારો
આ લોકશાહીનો છે ધારો
તું જાગ હવે તો જયવારો
ને જાગ તો જ હો જયવારો…

હો ચારેકોર ભલે જાળો
મત ને મતાંતર ના ભાળો !
તું સજ્જ થઈ નીકળે બા’રો
ને જાગ તો જ હો જયવારો…

આ દેશ આપણો, રાજ વળી
દઈને મત, જા પરભાત ભણી
ભારત નામે સૌ લલકારો
ને જાગ તો જ હો જયવારો…

રાજા છો તું, તું છે પ્રજા
મતદાન કરી, દે અજવાળા
આ રાજમાર્ગ તારો મારો
ને જાગ તો જ હો જયવારો…

~ લતા હિરાણી

હરદ્વાર ગોસ્વામીની કૉલમ ‘કાવ્યાયન’ @ દિવ્ય ભાસ્કર @ 16.4.24

આપ નીચેની લિન્ક પર મારી વાર્તા વાંચી શકો છો. આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “લતા હિરાણી ~ મતગીત * Lata Hirani  ”

Scroll to Top