મૌન
હું તને ઝરણ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને દરિયો મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને પંખી મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને આખું આભ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
જા, હવે બહુ થયું
હું મૌન વહેતું કરું છું
તું મારાં આભ, દરિયો ને પાંખ
પાછાં મોકલ …..
~ લતા હિરાણી
વાંચતાની સાથે ભીતરમાં સળવળાટ કરી જાય એવું નાનું પણ બળુકુ અછાંદસ, વિશ્વકવિતાની સમકક્ષ ઊભું રહી શકે એવું ! ~ વિવેક ટેલર
કાવ્યસંગ્રહો : 1. ઝળઝળિયાં 2. ઝરમર
OP 6.5.22
સિલાસ પટેલિયા
06-05-2022
લતાબહેન,” હું તને ઝરણ મોકલું” નાનકડું પણ રૂપકડું કાવ્ય માણ્યું. આભ.. ઝરણ.. દરિયો.. અને પખી.. એમ ચાર સુંદર ચિત્રો ! એક સંવેદનરસ્યો લેન્ડ સ્કેપ અહીં
રચાયો છે. અભિનંદન લતાબહેન !
વારિજ લુહાર
06-05-2022
કાવ્ય વિશ્વમાં આપનું સુંદર કાવ્ય માણવા મળ્યું
છબીલભાઈ ત્રિવેદી
06-05-2022
વાહ લતાબેન ખુબ સરસ રચના અછાંદશ કાવ્ય પ્રકાર પણ ખુબજ માણવા લાયક હોય છે આભાર

Very To Very Much Good રચના ખૂબ ધન્યવાદ I Heartily agree with previous comments
આભારી છું કીર્તિભાઈ.
ખૂબ જ સરસ સટીક સંવેદન, જે હ્રદયસ્પર્શી રીતે કહેવાયું છે.
આભાર મેવાડાજી