લતા હિરાણી ~ સવાર હળવેકથી * Lata Hirani

🌸

*તડકો*

સવાર  
હળવેકથી
લઈ આવી એને

અજવાળાની આછી લહેરે
ભાગી છૂટયું અંધારું

ટહુકાઓએ ટોળે વળી
ચસચસ પીધું   
સન્નાટાનું સરવર

શેરીએ આંખો ફાડી
ફળિયું મહોર્યું  
ને ડેલી ઊઘડી ફટાક

ઘડીકમાં તો
રેલમછેલ તડકો
વંડી ઠેકતો બહાર …

~ લતા હિરાણી

નીચેની લિન્ક પર આપ મારી વાર્તા વાંચી શકો છો. આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

26 thoughts on “લતા હિરાણી ~ સવાર હળવેકથી * Lata Hirani”

  1. કાવ્યમાં તડકો વિવિધ કલ્પનો દ્વારા સરસ રીતે આવ્યો છે. અભિનંદન, લતાબહેનને ..

  2. હરીશ ખત્રી

    વાહ!
    ઝળે, ઝળહળે,
    પ્રગટયા દીપક પ્રાણ…!!
    ખૂબ સરસ

  3. દાન વાઘેલા

    વાહ. વાહ. ‘તડકો’ અને પ્રકૃતિમાં માનવીય જીવન જેવું પ્રત્યારોપણ. ગમ્યું. બે-ત્રણવાર માણ્યું. અભિનંદન.

    1. જયશ્રી મર્ચંટ

      ખૂબજ સરસ રૂપકો, Lata Hirani. “ઘડીકમાં તો રેલમછેલ તડકો, વંડી ઠેકતો બહાર” – હું હમણાં અહીં અમેરિકામાં રાતના ૮:૫૦ જોઈ શકી! વાહ!

Scroll to Top