365 દિવસનું ગૂંથણ ~ લતા હિરાણી
365 દિવસનું એક ગૂંથણ
જઈ રહ્યું છે ચુપચાપ..
આટલા દિવસ, એના અઢળક કલાકો
ને અગણિત ક્ષણો
સરવૈયું માંડી શકાય પણ જવા દઈએ.
વીણી શકાય સુખો ને ઉલેચી શકાય દુઃખો
પણ જવા દઈએ.
કેટલાંક છૂટી ગયા
કેટલાંક સાથે ચાલ્યા
કોણ ? એ વિચારવું જવા દઈએ.
એ હતું સત્ય, જે તે ક્ષણોનું
હવે નથી આ ક્ષણે
જવા દઈએ.
આંખ સામે ફેલાયો છે
નવી ક્ષણોનો દરિયો
પલકારે આવશે ને જશે
વધામણાંની તક આપ્યા વગર
એટલે આંખ માંડીને બેસીએ
હૃદય ખોલીને બેસીએ
મન પાથરીને બેસીએ
દરેક ક્ષણને સત્કારવા
ક્યાંક એ જતી ન રહે
સ્પર્શ્યા વગર
હા, એને જવા નહીં દઈએ.
~ લતા હિરાણી
OP 2.11.22
મનિષા હાથી
11-11-2022
વાહહહ , ખૂબ સુંદર રચના
Girima Gharekhan
06-11-2022
Very positive mood. That’s so nice and necessary for a happy life! Wish you all the happiness in the coming years and years ahead.
રમેશ વડોદરિયા
05-11-2022
વાહ, ઉમદા અભિગમ, ઉત્તમ કવિત્વ, ઓજસ્વી અભિવ્યક્તિ…
આભાર
05-11-2022
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો,
મેવાડાજી, છબીલભાઈ, કીર્તિભાઈ, એક અનામી (!) અને સૌ મુલાકાતીઓ.
સાજ મેવાડા
03-11-2022
‘જવા દેવા’ અને ‘નહીં જવા દેવા’ની સમજણ સુંદર રીતે આપે રજૂ કરી છે.
.
02-11-2022
વાહ લતાબેન….
गतं न शोचितव्यम्….ની ફિલસૂફીની સુંદર અભિવ્યક્તિ….
ખૂબ જ સરસ છે….અભિનંદન…..
Kirtichandra
02-11-2022
Your positive frame of mind can be seen through and through .Such a frameof mind not is rare
છબીલભાઈ ત્રિવેદી
02-11-2022
વાહ લતાબેન ખુબ સરસ મજાની રચના આભાર લતાબેન
