લલિત ત્રિવેદી~પ્રગટો હવે * અનુવાદ ફોરમ ચંદારાણા * Lalit Trivedi *Foram Chandarana

🥀 🥀

આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે,
વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે.

શંખ ફૂંકું આ શ્વસનગંગોત્રીનાં નભ સુધી,
નાભિમાંથી શ્વાસની અંતિમ ગીતિ પ્રગટો હવે.

ચીપિયો ખખડેને દ્વારો ખટખટે બ્રહ્માંડનાં,
કે ધખે બ્રહ્માંડ લગ ધૂણી, દ્યુતિ! પ્રગટો હવે.

ચર્મમાંથી મર્મમાં પ્રગટું, ચરમસીમા વટું,
હે સકળ અખિલાઈની ગેબી સ્થિતિ, પ્રગટો હવે!

આભમય અવકાશની ગહેરાઈમાં બોળું કલમ!
કે અગોચરનો અરથ અથથી ઈતિ પ્રગટો હવે.

~ લલિત ત્રિવેદી  

🥀 🥀

O! Sacred moments of this trance, breath and its Shruti*, manifest now,
Let Creations like Verses of Vedas, manifest now!

This conch I blow from the very base of the origin of the river of breath to the sky,
May the final song of breath from the navel depth, manifest now!

The Chippi** clatters, knock on the doors of universe…
May the light ignited by the universe’ intense energy, manifest now!

From the mortal to ethereal, I evolve and cross the worldly boundaries,
The mystery deep, that shrouds the universe, manifest now!

Into the very vast expanse of solitude horizon, I dip my pen,
That the meaning of the inexplicable, from the beginning to end, may manifest now!

લલિત ત્રિવેદી ~ પ્રગટો હવે * અનુવાદ – ફોરમ ચંદારાણા

*Shruti Refers to the Sub-tones or the micro-tones found in each musical note that create harmony.

** Chippi refers to the wooden clatter that is held in the palm of the hand and often used as an accompaniment in devotional hymns and chants. Integral part of the Sage Narad’s ensemble in Indian mythology.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “લલિત ત્રિવેદી~પ્રગટો હવે * અનુવાદ ફોરમ ચંદારાણા * Lalit Trivedi *Foram Chandarana”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અતીન્દ્રિય અનુભૂતિની પ્રકાશમય ગઝલ

Scroll to Top