લવ સિંહા ~ સફળતા ક્યાં * Love Sinha

સફળતા ક્યાં ~ લવ સિંહા

સફળતા ક્યાં માથે ચડે એમ છે!
હજુ કોઈ અમને વઢે એમ છે

ઘડીભર વિચાર્યું, તો‌ લાગ્યું મને
હજી આ સંબંધો બચે એમ છે

લગોલગ જો બેઠો, તો સમજણ પડી
હજી થોડું અંતર ઘટે એમ છે

સમજવા ચહું છું તને  ક્યારનો
પ્રયત્નો મૂકું, તો ગમે એમ છે

ઘડીભર પ્રકાશીને થાકી ગયો ?
તું જો, તારું સપનું ફળે એમ છે

મને તું હસા’વાની કોશિશ ન કર
સમજને, તું સમજી શકે એમ છે

પ્રતિભા હવે સાથ દેતી નથી,
વજન ખુદનું ભારે પડે‌ એમ છે

બને કોઈ ઘટના, તો જલ્દી બને
અહીં મારી આંખો ઢળે એમ છે

લવ સિંહા

પ્રત્યેક શેર નવા કલ્પનો અને શેરીયતથી સજેલા!

ગઝલના બંધારણમાં વર્ણોનું વજન મહત્વપૂર્ણ છે પણ એ સાચવવામાં ક્યારેક એમાંથી નીકળતા સૂરનું, શેરીયતનું વજન જળવાતું નથી. અહીં કવિએ બખૂબી બધું જ નિભાવ્યું છે.

OP 3.6.22

***

રન્નાદે શાહ

04-06-2022

વાહ..સરસ ગઝલ…મઝા પડી.ભાઈ…

રેણુકા દવે

04-06-2022

વાહ વાહ લવ સિંહા, સરસ ગઝલ…
સરળ અને અર્થસભર 👌🏻
લખતા રહેજો 😊

સાજ મેવાડા

04-06-2022

બને કોઈ ઘટના, તો જલ્દી બને

અહીં મારી આંખો ઢળે એમ છે
વાહ, બધું પુરું થઈ જાય એ પહેલાં…

કિશોર બારોટ

03-06-2022

સરસ ગઝલ 👌

ingitmodi

03-06-2022

Gazal Aaakhi Game em chhe – wah lov

Chandrakant Dhal

03-06-2022

વાહ લવ. નાની બહેરની ગઝલમાં કાફિયાનો તર્ક લગભગ બધા શેરમાં સરસ નિભાવ્યો છે.

છબીલભાઈ ત્રિવેદી

03-06-2022

લવસિંહા ની સરસ મજાની રચના ખુબ ગમી આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top