
લે, આ વરસ્યું જળ
***
લે, આ વરસ્યું જળ
વેળ વેળના કાંઠા તોડી, ધોધમાર ખળખળ
લે, આ વરસ્યું જળ…
બુંદ-બુંદ નૈ ફોરાં વાછટ, આવ્યું અનરાધાર
વહેળા, નદીયું બે કાંઠે ને ભમ્મરિયા મોઝાર
દોડે, કુદે, વહે છલકતું, કહેતું આવી ભળ
લે, આ વરસ્યું જળ…
દદડે ભાલ પરે ને નેવાં ખોબે ખોબે ખળકે
લથબથ નીતરતા તન પરથી ચળક ચાંદની ચળકે
રહી રહી આકાશ તાગવા ઊંચું થાતું જળ
લે, આ વરસ્યું જળ…
લતા હિરાણી
27.6.24
એક તાજજું ગીત …. મોસમના વધામણાં
આપ નીચેની લિન્ક પર મારી વાર્તા વાંચી શકો છો. આભાર.

ખૂબ જ સરસ વરસાદી ગીત.
વાહ, બહુ ઝડપથી તમે આવી ગયા…… મજા આવી….
Pingback: 🍀2 જુલાઇ અંક 3-1200🍀 - Kavyavishva.com
ખુબ સરસ વરસાદ ને વધાવતુ ગીત ખુબ ખુબ અભિનંદન લતાબેન
Thank you Chhabilbhai.
વાહ લતાબેન….
‘તાજું ગીત’ તાજગી ભરી ગયું….
અભિનંદન….
આભાર અરવિંદભાઇ
વાહ ખૂબ ખૂબ સરસ રચના.
આભાર ઉમેશભાઈ
વાહ! સરસ ગીત!
આભાર સતીશભાઈ
સુંદર ગીત. 👌
આભાર કિશોરભાઈ
વાહ લતાબેન….
તાજું ગીત તાજગી ભરી ગયું….
આભાર અરવિંદભાઈ
ગીતમાં અનુરણન દ્વારા વરસાદનો મદીલો અવાજ સંભળાય છે.. અભિનંદન.
ગમ્યું. મજા આવી મીનળબેન
રહી રહીને આકાશ તાગવા ઊંચું થતું જળ👌👌👌
વરસાદી સુંદર રચના
આભાર હેતલજી
ખરેખરના મજા આવી
આભાર ભદ્રેશભાઈ
ખરેખરની મજા આવી
વાહ, મસ્તી અને લયથી છલકાતું ગીત
આભાર રેખાબેન
સંગીતાત્મકતા, ચિત્રાત્મકતા અને દેશજ શબ્દોનો સરસ સંગમ.
આભાર રજનીકાંતભાઈ
વાહ… લતાબેન તમારું વરસાદી ગીત તો એવું ખાબક્યુ કે અંદર બહાર તરબતર કરી ગયું… ખૂબ સુંદર ગીત… અભિનંદન….!
આભાર સુરેશભાઈ.
વાહ ભાઈ વાહ…. મસ્ત મજાનું ગીત…
આભાર રેણુકાબેન
વરસાદના વધામણાં કરતું હોંશીલું ગીત
આભાર હરીશભાઈ
વાહ, ખૂબ મસ્તી ભર્યું વરસાદી ગીત. અભિનંદન.
આભાર સુધીરભાઈ
Pingback: 🍀5 જુલાઇ અંક 3-1203🍀 - Kavyavishva.com
છલકાતાં આનંદ અને વરસતાં લયનું અનેરું નૃત્ય ગાન ! ખૂબ ખૂબ અભિનંદન ડિયર લતાબેન
આભાર પ્રફુલ્લભાઈ