લોકગીત

મારે ટોડલે બેઠો રે, મોર કાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો રે, મોર કાં બોલે.

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે…મારે ટોડલે બેઠો રે, મોર કાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે…મારે ટોડલે બેઠો રે, મોર કાં બોલે.

લોકગીત

અનહદ આનંદ છે કે કાવ્યવિશ્વ આજે એના 100મા દિવસના પડાવે પહોંચ્યું છે. કાવ્યપ્રેમીઓનો અઢળક પ્રેમ મળ્યો છે. સૌના પ્રેમની સામે હું નતમસ્તક છું. આજે એક સરસ મજાનું લોકગીત ‘મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે !’ સાંભળો  પદ્મશ્રી દિવાળીબેન ભીલના અવાજમાં.

લોકગીત : મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે

Purushottam Mevada, Saaj

13-04-2021

ગાયક દિવાળીબેનની સરસ યાદ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top