લોકગીત ~ ઝૂલણ મોરલી વાગી રે

ઝૂલણ મોરલી વાગી રે ~ લોકગીત 

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,
હાલો ને જોવા જાયેં રે,
મોરલી વાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,

કિનખાબી સુરવાળ રે. – મોરલી…..

પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,
હાલો ને જોવા જાયેં રે,
મોરલી વાગી રે, રાજાના કુંવર.

લોકગીતો સ્ત્રીઓએ જ રચ્યાં હોય… કોઈ સાબિતી નથી કેમ કે રચનાકારને જ એની કોઈ નથી પડી. પણ લોકગીતોનું માધુર્ય, એનું ભાવજગત જુઓ તો કોઈ શંકા રહે ખરી? આ અનામી સર્જકોને સો સો વંદન.

OP 3.10.22

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top