નહીં મેલું રે તારા ફળીયામાં પગ નહીં મેલું
છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
નહીં મેલું રે તારા ફળીયામાં પગ નહીં મેલું
જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો, સાકરનો કટકો
છો ને રુપ તારું હોય, અલબેલું, અલબેલું
નહીં મેલું રે તારા ફળીયામાં પગ નહીં મેલું….
સામાસામે ફળિયું ને વચમાં ચોક છે
આંગળી ચીંધી મને નિરખે લોક છે
છોને વીકળ પર મન તારી ભેરુ, તારી ભેરુ
નહીં મેલું રે તારા ફળીયામાં પગ નહીં મેલું….
છો ને લાગ્યું છબીલા, મને તારું ઘેલું
નહીં મેલું રે તારા ફળીયામાં પગ નહીં મેલું….
લોકગીત * સ્વર : આશા ભોંસલે

સુંદર લોકગીત…
એકદમ મનભાવન લોકગીત અભિનંદન કાવ્ય વિશ્વ
આભાર છબીલભાઈ.