લોકગીત – મોરબીની વાણિયણ

કૂવા કાંઠે ઠીકરી, કાંઇ ઘસી ઊજળી થાય,
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય 
આગળ રે જીવોજી ઠાકોર,
વાંહે રે મોરબીનો રાજા,
ઘોડાં પાવાં જાય.

કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા બેડ્લામાં તારા હાથીડા બે ડૂલ…. 

કર્ય રે, વાણિયાણી, તારી ઇંઢોણીનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો,મોરબીના રાજા
નથી કરવાં મૂલ;
મારી ઇંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ….. 

કર્ય રે, વાણિયાણી, તારા વાટકાનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા રે વાટકામાં તારું રાજ થાશે ડૂલ….. 

કર્ય રે, વાણિયાણી, તારી પાનિયુંનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારી પાનિયુંમાં તારી રાણિયું બે ડૂલ….. 

કર્ય રે , વાણિયાણી, તારા અંબોડાનાં મૂલ,
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા અંબોડામાં તારું માથું થાશે ડૂલ…. 

– ઝવેરચંદ મેઘાણીના લોકગીત સંગ્રહમાંથી 

29.8.21

આભાર આપનો

01-09-2021

આભાર કીર્તિભાઈ, સુરેશભાઇ, મેવાડાજી, વારિજભાઈ, મયુરભાઈ અને છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

31-08-2021

આજનુ કાવ્ય મોરબી ની વાણીયણ ખુબજ જાણીતી રચના હેમુભાઈ, દિના ગાંધર્વ અને મેઘાણી ભાઈ અેક સિક્કા ની બે બાજુ સમાન હતા મેઘાણી સાહેબ ની ગેય રચનાઓ નેહેમુભાઈ અે ચાર ચાંદ લગાવી દિધા છે ધન્ય બન્ને રત્નો ને પ્રણામ આભાર લતાબેન

કીર્તિ શાહ

31-08-2021

મારા અંબોડા માં તારું રાજ થશે dull વાહ ભાઈ વાહ terrific Thanks

સુરેશ’ચંદ્ર’રાવલ

30-08-2021

શ્રી ઝવેરચંદ મેઘાણી આપણી પાસે સૌરાષ્ટ્રનો રસધાર પીરસી ગયાં…એક અમૂલ ખજાનો… સૌરાષ્ટ્રની ભાતીગળ પ્રજાની વાણીથી લથબથ તેમની રચનાઓ, અને સંકલનો…એક વિરલ વ્યક્તિત્વને સાદર અંજલિ…!

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

29-08-2021

વાણીયણની ખુમારી અને સચોટ ઘા કરતો શબ્દ વાર કાઠીયાવાડી સ્ત્રીની ઓળખ છે.

Varij Luhar

29-08-2021

વાહ વાહ..આજની બધી જ રચનાઓ ઉત્તમ

મયૂર કોલડિયા

29-08-2021

વાહ…. ક્યા બાત….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top