લોકગીત ~ લવિંગ કેરી

લવિંગ કેરી લાકડિએ ~ લોકગીત

લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !
રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો !
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો !
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો !
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !

કવિતા કરવામાં સ્ત્રીઓનું પ્રદાન અનોખું ને અનન્ય છે. આ લોકગીતમાં રામ-સીતાના માધ્યમથી કેવો મજાનો મીઠ્ઠો દાંપત્ય પ્રેમ રજૂ થયો છે ! સલામ આ રચનારી સ્ત્રીને !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top