
સવિતા પાવક
‘હિંદુકુશના શિખરો પર, જામતો બરફ,
હવે જામી ગયો છે તાલિબાનોની છાતીની બખોલમાં.
એ દિ’ થી, જે દિ’ થી એ સરીયાના પાંજરામાં પૂરાયા.’
આવું મને એકવાર ખાલિદ હુસૈનીએ કહેલું.
અને એમ પણ કહેલું કે –
એકથી નહીં ચાલે,
અહીં જરૂર છે હજારો સળગતા સૂર્યોની
જે કદાચ પીગળાવી શકે
બરફ જામેલી છાતીઓને
ને ધબકાવી શકે ફ્રોઝન થયેલાં તાલિબાની હ્રદયને.’
મેં કહ્યું :
‘ખાલિદ ભાઇજાન! હજારો તો ક્યાંથી હોય?
હું એક સૂર્ય આપી શકું જે મારો છે.’
ખાલીદે તરત કહ્યું:
‘અરે! ધારો તો;
હજારો નહિ કરોડો મોકલી શકો’
હું આશ્ચર્યથી ખાલિદ સામે જોઇ રહી,
એટલે એ બોલ્યો :
‘દુનિયાભરની સૂરજના ગોળા જેવી નારીવાદીઓ શું કરે છે!’
મેં કહ્યું:
‘એની તો ખબર નથી પણ;
મારા દેશની તો,
અમારા શાસ્ત્રો વાંચ્યા વગર
ફંફોસી રહી છે શાસ્ત્રોમાં પડેલ કચરો,
જેને ફેંકી દેવાની, એમને સપૂર્ણ આઝાદી છે
અમારે ત્યાં..
સરિયા તો નથી પણ હા, થોડાક સળિયા જરૂર છે
સ્ત્રીની ફરતે
જે ઉખેડી ફેંકી દેનારને જાહેરમાં ફટકા નથી મરાતા.’
ખાલીદ કહે:
‘તમારે ત્યાં કોઈ કુશબુશ જેવું કાંઇ?’
મેં કહ્યું:
‘ના..ના, એવું તો દૂર દૂર પણ નહિ,
કે એકાદ કોમની ક્તલેઆમ કરી, એને કોઈ પહાડનું નામ આપ્યું હોય’
‘તો આ શબવાહિની ગંગા જેવું શું હતું?’ ખાલિદે પૂછ્યું.
‘અરે! તને ખબર છે!’
‘હા, અહીંના ન્યૂઝ પેપર માં હતું.’
‘અરે! શબને ગંગામાં વહાવી દેવા
એ તો સદીઓ જૂની પરંપરા છે, ગંગા કિનારાના લોકોની
જેમ શાસ્ત્ર વાંચ્યા વિના નારીવાદીઓ
એમ જ
સંસ્કૃતિને જાણ્યા વગર લખ્યું.
ખાલિદ, એને મડદાના ડૂસકાં સંભળાયા
પણ તમારા જેવા
વિશ્વના લાખો શરણાર્થી વિસ્થાપિતોના ડૂસકાં નથી સંભાળતા, બોલ!’
‘તો..તો..’
ખાલિદના અવાજમાં જાણે ઠરીને ઠીકરું થઈ ગયેલ સૂરજ ફસાયો હતો.
મેં કહ્યું:
‘ખાલિદ! ખોંખારો ખાઈને બોલવાની વેળા છે. ઠીકરાંને ગળી જા.
એણે ખોંખારીને કહ્યું:
‘તમારા પડોશી છીએ, એ નાતે અફઘાનીઓ માટે બોલતા કાં નથી?’
‘અરે,બોલે કે! ૩૨ વર્ષ પહેલાં
અમારા કાશ્મીરી પંડિતો આમ જ ભાગ્યા ‘તા,
જેમ આજે ભાગે છે અફઘાનીઓ, તાલિબાનીઓના ખોફથી.
કાશ્મીરમાં પણ તાલિબાનો જ હતાં
પરંતુ આતંકીના માનવ અધિકારની વાત કરનારા માનવતાની વાત કરે?
જેણે હ્રદયે રંગા સ્થાપ્યાં હોય, એને બામિયાનના ક્ષતવિક્ષત બુદ્ધ સાંભરે?
સંસ્કૃતિવાહિની ગંગાની સાખે કહું છું;
ખાલિદ ભાઇજાન!
દુનિયા આખીની સ્ત્રીઓ ઈચ્છતી હશે જ
પોતાનો સૂરજ અફઘાની બરફને પીગાળવા મોકલે,
પણ સ્ત્રીઓના ભાગે સૂરજ હોવો તો જોઈને?
સ્ત્રી તો ફળ આપતું ઝાડ છે
બે પાડાઓની લડાઈમાં ખો તો ઝાડનો જ નીકળ્યોને કાયમ?
લે, એક તણખો મોકલું છું, જે મારો છે.
કદાચ તમારો સૂરજ
ફરી સળગી ઉઠે.
~ વંદના શાંતુ ઇન્દુ
*(ખાલિદ હુસેની ‘અ થાઉઝન્ડ સ્પેલન્ડીડ સન્સ’ નવલકથાના લેખક છે. અફઘાની શરણાર્થી તરીકે US માં રહે છે.)
આ કાવ્ય પણ વાંચવું જોઈએ ને?

વાહ દરેક પ્રકાર ના કાવ્ય માણવા મળે છે તેનો ખુબ આનંદ છે ધન્યવાદ
The poem is touching and timely
સવિતા પાવક કવિતા લતા બહેન જેવા અનેક માનવતા પ્રેમીઓને ગમેલી છે . આખું વિશ્વ જ્યારે ઇસ્લામિક આતંકવાદી ઓથી થથરે છે ત્યારે લતા બહેન આ કવિતા ને પોતાના બ્લોગ માં સ્થાન આપે એ હિંમત નું કામ છે.આ કવિતા મેં ફેસબુક પર રાખેલી ત્યારે એક વાચકે મને કહેલું કે આટલી હિંમત તમારી!
આભાર વંદનાબેન. ગમ્યું તમારી કવિતા અને તમારી વાત.
ખરેખર, ધગધગતા અંગારા જેવી કવિતા, વંદના બેન અભિનંદન, તમને આને લતાબેન ને
આભાર જ્યોતિબેન
ખરેખર, ધગધગતા અંગારા જેવી કવિતા, વંદના બેન અભિનંદન, તમને આને લતાબેન ને
બા રુદનમાં ઢગલા ઉપર બેસીને લખવાનું જીગર જોઈએ. શાબ્બાશ..
અફઘાનિસ્તાનમાં જે બની રહ્યું છે તેનું આબેહૂબ વર્ણન. ગઈકાલે જ વાંચ્યું કે બીજા દેશની સરકારે અફઘાન દીકરીઓ નાં ભણવાની તમામ જવાબદારી ઊઠાવવાની તૈયારી રાખી પણ દીકરીઓ ને એરપોર્ટ થી જ પાછી વળાવી દેવામાં આવી…. ખૂબ જ દુઃખ થાય છે… આ લોકોને કહેવા વાળું કોઈ નહિ? 😥😥😥🙏🙏
સાવ સાચી વાત છે બહેન. સૌ લાચાર છે એમના જુલ્મ સામે.