વારિજ લુહાર ~ મજાના શેર * Varij Luhar

‘જલરવ’ 

માર્ગ તો સઘળા હજી રસ્તે જ ભેળા થાય છે
આપણી કેડી બની છૂટી જવાનું આપણે.****

રાખવા અકબંધ મારા ‘હું’ પણાના વસ્ત્રને
હું જ સંધાતો રહું ને હું ને હું તૂટ્યા કરું.****

જો ટકોરા મારવાથી હાથ ધ્રૂજે સહેજ પણ
હાથ ત્યાં હળવેકથી જોડી અને પાછા ફરો.****

માછલીની આંખમાં માછલી જોવા મળે
ખારવો આખો ને આખો જાળમાં ગોથે ચડે.****

વાસી થયેલા હાથમાં લે પુષ્પ તું
તાજપ બધી મળશે તને પળવારમાં.****

બધું દેખાય છે સરખું ફરક તેથી જ લાગે છે
સકળ બ્રહ્માંડ કણકણમાં ગરક તેથી જ લાગે છે.***

ઘાવ જે મોંઘા પડ્યા હતા એ બધા
સાવ સસ્તામાં હવે રૂઝાય છે.****

~ વારિજ લુહાર

‘કાવ્યવિશ્વ’માં કવિના ‘જલરવ’નું સ્વાગત છે.  

જલરવ * વારિજ લુહાર * પ્રવીણ 2021

20.1.22

***

અર્જુનસિંહ.કે.રાઉલજી

22-01-2022

ઘાવ જે મોંઘા પડ્યા હતા એ બધા સાવ સસ્તામાં રૂઝાય છે ..અતિઉત્તમ રચના .અભિનાંદન વારીજ લુહાર સાહેબ

Varij Luhar

22-01-2022

ખૂબ ખૂબ આભાર.. આનંદ

સાજ મૈવાડા

20-01-2022

ખૂબ સરસ, અભિનંદન કવિ શ્રી વારિજ લુહારને.

સિકંદર. મુલતાની

20-01-2022

વાહહ

છબીલભાઈ ત્રિવેદી

20-01-2022

આજના કાવ્યવિશ્ર્વ મા વારિજ લુહાર સાહેબ ના બધાજ શેર ખુબ ઉત્તમ અમે બન્ને ધારી તાલુકા ના વતની છીએ વારિજ સાહેબ ખુબ સરસ લખે છે અને તેમની રચનાઓ વાંચવી ખુબ ગમે છે ખુબ ખુબ અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top