સાંજનું ધણ ~ વિજુ ગણાત્રા
સાંજનું ધણ સૂર્યની સાથે પળે તો છો પળે
ગામ ગોરજનું વસે તો છો વસે સાગર તળે.
ડૂબતી ઠંડી હવાને હાથ છે પણ નખ નથી
વે૨ લેતાં હિમનો આકાર પળપળ ઓગળે.
મ્યાનને દરમ્યાનનું પાણી ચડે તલવાર પર
રાજવી રાજેન્દ્ર ખાંડું આજ છો પાછું વળે.
સાત સૈયર આઠ ફેરા પીપળો પાતાળ છે
દસ્તખત પોતે પછી આ છાપ અંગૂઠે છળે.
~ વિજુ ગણાત્રા (2.10.1949 – 26.10.1985)
ધોલેરામાં જન્મેલા આ કવિનું મૂળ નામ છે વિજયાલક્ષ્મી. ગાંધીનગરમાં 26.10.1985માં અવસાન થયું. આધુનિકતાને મુખર બનાવતા એમનાં લગભગ 85 કાવ્યો મળ્યાં છે જે મરણોત્તર ‘અંડરગ્રાઉન્ડ’ સંગ્રહમાં છપાયા.
OP 2.10.22
