🥀 🥀
*આપણે*
એ ય કરશું પેટછૂટ્ટી વાત આપણે !
ક્યાંક ખોયો છે જરૂર વિશ્વાસ આપણે !
સંઘરી છે કેમ ઈચ્છાઓ તળે હજી –
ચાગલી ને ધૂર્ત સૌ ફરિયાદ આપણે ?
જીરવી શબ્દની વંઠેલ દુનિયા જુઓ !
ને સહ્યાં કૈંક અર્થ તણાં ઘાત આપણે !
પૂછશો થઇ બેશરમ આ પ્રશ્ન રોજ તો –
ચાલશું ક્યાં લગ, હવે સંગાથ આપણે ?
બેઉ તરસ્યાં ક્યારનાય હતાં, રહી ખબર ?
ને પછી તો નિત છળી છે જાત આપણે !
આવ પાસે બેસ ક્ષણભર તો થશે ખુશી !
આવ ભરશું ક્યાંક તો અવકાશ આપણે !
~ વિજો
વિનોદ જોશી નામે બે કવિ છે. એક તો ભાવનગરના આપણા સ્વનામધન્ય કવિ, ગીતકાર ડો. વિનોદ જોશી. અને બીજા આ વિનોદભાઈ. સારું છે એ પોતાની કવિતા નીચે ‘વિજો’ જ લખે છે.
🥀 🥀
*થયાં*
જળ આ લીસ્સાંય જુઓ, ભીતરે ક્યાંક ખરબચડાં થયાં !
ને દર્દો પણ સૂક્કાં અશ્રુનો ઘાટ પારખતાં થયાં !
જોયા જ કરું સ્વપ્ન નિત મનમાં હોય ઝળહળતું સતત !
પૂછે રાત પણ સવાલ : અજવાળાંય કાં છળતાં થયાં ?
જાણ્યું સૌએ કે છો તો તમે દોસ્ત મારાં, તે પછી
ઓહ…! – અજાણ્યાં લોકો કેટલાં આમ ઓળખતાં થયાં !
તોડી નાખું દર્પણ જ આખું એમ દિલમાં થઇ જતું !
જો આ બિંબોય અસત્ય જ, સરેઆમ છાવરતાં થયાં !
ન કરો સ્હેજેય ફિકર, લૂગડાં નૈ હવે બગડે અહીં !
બસ એ જ કહી કપડાં સમ અમે ત્યાં ય પાથરણાં થયાં !
જીવ્યાં જે ચિક્કાર ‘હું’ના જ સિર્ફ નશામાં હર સમય
ઉંમર થઇ તો, સિંહ પણ મૂછાળાં, બીકણ સસલાં થયાં!
જીવન જ પહેલેથી આમ તો સાવ ચપટીભર હતું
તો બોલ જરા? ખોબે ખોબલાં કાં બધે રૂસણાં થયાં?
પ્રશ્ન નથી કો’ ઘડ્યો ય પ્રભુએ જ માણસ ચબરાક , પણ
પ્રશ્ન ખરો એ છે પ્રભુ પણ નજર ખાસ કેળવતાં થયાં !
~ વિજો
ન કરો સ્હેજેય ફિકર, લૂગડાં નૈ હવે બગડે અહીં !
બસ એ જ કહી કપડાં સમ અમે ત્યાં ય પાથરણાં થયાં !
આ શેર વધુ ગમ્યો.

ગઝલના ઘણા શેર ગમી જાય તેવા છે.
ધન્યવાદ મિત્ર.
આનંદ થયો.
ખૂબ ખૂબ આભાર આપનો.
– વિજો
વાહ સકળ શે’ર અર્થસભર છે.
ધન્યવાદ મિત્ર.
સ્વાગત છે .
આનંદ થયો. ખૂબ ખૂબ આભાર આપનો.
– વિજો/અમદાવાદ 61
ખૂબ સરસ, વિચારણીય.
સ્વાગત છે આપનું.
ખૂબ ખૂબ આભાર આપનો.
– વિજો
સુંદર રચનાઓ છે ગમી છે
આભાર આપનો મિત્ર.
ખૂબ ખૂબ આભાર આપનો મિત્ર.
– વિજો
ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
સ્વાગત છે આપનું.
ખૂબ ખૂબ આભાર મિત્ર.
– વિજો
બન્ને ગઝલ સ-રસ પણ બીજી ખૂબ ગમી….
અભિનંદન કવિશ્રી વિ.જો ને અને આપને પણ…
ખૂબ ખૂબ આભાર આપનો મિત્ર.
– વિજો
સરસ રચનાઓ 👌👌
ધન્યવાદ મિત્ર.
– વિજો
આ બંને ગઝલોનું છંદોવિધાન જણાવશો?
કવિ અથવા સંપાદક- બન્ને તરફથી પ્રત્યુત્તરની અપેક્ષા અને પ્રતીક્ષા છે…
આભાર કવિ શ્રી….
થયાં :
લલગા-ગાગાગાગા
ગલગા-ગાલગાગાગા
લગા ………………….માત્રા : 29
………………..
આપણે :
ગલગાગા ( 2 )
ગાલગાલગા………….માત્રા : 22
……….
ધન્યવાદ.
- વિજો / અમદાવાદ 61
લલગા ગાગાગાગા
ગાલગાગા ગાલગાગા ગાલગાલગા
– આવા કોઈ માન્ય છંદ હોવાનું મારી જાણમાં નથી. આપની જાણમાં હોય તો સિદ્ધહસ્ત ગઝલકારોના ભાથામાંથી શોધીને બંને છંદના બે-ચાર ઉદાહરણ આપવા નમ્ર વિનંતી છે, જેથી મને પણ કશુંક નવીન જાણવા મળે.
બીજું, આપે જે છંદોવિધાન પ્રયોજ્યું છે એને માન્ય રાખીએ તોય બંને ગઝલોમાં ચલાવી જ ન શકાય એટલા છંદદોષ છે.
કાવ્યવિશ્વના સંપાદક પાસેથી અપેક્ષા છે કે કમસેકમ રચનાનું બાહ્યસ્વરૂપ તો ચકાસે જ…
આપના જવાબથી ખૂબ આનંદ થયો છે.
આપનો ખૂબ ખૂબ આભાર કવિ શ્રી.
- વિજો / અમદાવાદ 61
‘ થયાં ‘
પ્રસ્તુત રચના જાહેરમાં મૂકવા બાબતે જરૂર મારાથી થોડી ઉતાવળ થઈ ગઈ છે. તે કારણે રચનામાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ છે, તેનો ભારોભાર ખેદ છે.
આપના પ્રતિભાવનો સહર્ષ સ્વીકાર કરતાં ખુશી અનુભવું છું. ઉપરાંત, અન્ય સૌ મિત્રોના સંતોષ ખાતર આ રચના , સુધારીને ફરી અહીં મૂકવાની ઈચ્છા રોકી શકતો નથી.
થયાં
જળ આ લીસ્સાં સૌ , ભીતર જરૂર ક્યાંક ખરબચડાં થયાં !
ને દર્દો પણ , સૂક્કાં અશ્રુનો ઘાટ પારખતાં થયાં !
જોયા જ કરું સ્વપ્ન દરેક , મનમાં રહે ખૂલ્લું સતત !
તો, પૂછે પ્રશ્ન ય રાત : અજવાળાં ય , કાં છળતાં થયાં?
જાણ્યું સૌએ કે , છો દોસ્ત મારાં તમે પણ , તે પછી –
– ઓહ…! – અજાણ્યાં લોકો કેટલાં , આમ ઓળખતાં થયાં !
તોડી નાખું દર્પણ જ આખું , એમ દિલમાં થઇ જતું !
જો , આ બિંબો ય અસત્ય જ , સરેઆમ છાવરતાં
થયાં !
ન કરો સ્હેજેય ફિકર , લૂગડાં કોઇ નૈ બગડે અહીં!
બસ , એ જ કહી , કપડાં સમ અમે , ત્યાં ય પાથરણાં થયાં !
જીવ્યાં ચિક્કાર સદા , સિર્ફ ‘હું ‘ના જ હર પળ કેફમાં –
ઉંમર થઇ તો , સાવજ છાકટાં , બીકણાં સસલાં થયાં !
જીવન જ પહેલેથી જો , હતું દોસ્ત, ચપટીભર , છતાં –
ખોબે-ખોબાં કેમ નવેનવાં રોજ આ રૂસણાં થયાં ?
પ્રશ્ન નથી કોઇ , પ્રભુએ જ માણસ ઘડ્યો ચબરાક , પણ –
પ્રશ્ન ખરો એ છે , પ્રભુ પણ નજર ખાસ , કેળવતાં થયાં !
વિજો
ગાગા – ગાગાગા
ગલલ – લગાગાલ / ( ગાગાલગા-ગાલ )
લલલલગા- લગા / ગાગાગાલગા……
માત્રા : 29
હવે મારાથી બરાબર ટાઈપિંગ થઇ શકતું નથી. તેથી કોઈ ટાઈપિંગની ભૂલ રહી પણ હોય. તો તે ક્ષમ્ય
ગણશો. “કાવ્યવિશ્વ” ના સંપાદક મિત્રની તેમજ અન્ય સૌ મિત્રોની માફી ચાહું છું. દરગુજર કરશો
એવી વિનંતી.
ધન્યવાદ.
– વિજો/ અમદાવાદ 61
ખૂબ સરસ વિનોદ જોશી સાહેબ
ધન્યવાદ મિત્ર.
આભાર આપનો મિત્ર.
– વિજો
ખૂબ ખૂબ આભાર મિત્ર.
– વિજો
સ્વાગત છે આપનું.
ખૂબ ખૂબ આભાર મિત્ર.
– વિજો