વિનોદ અધ્વર્યુ ~ સાંજ  

અહો ! આજ
લાગે કેવી સુંવાળી આ સાંજ !
બપોરના ન્હોર થકી ઝરડાયું તન,
તે પરે શો રેશમ શો સ્પર્શ ?
વૃક્ષ તણાં થડનેય થતો હશે હર્ષ !
પાંદડે પાંદડે કેવું મલકે છે મન !
ઊના ઊના આભ પરે
દાઝતી પૂનમ હજી ડરતાં ભરે બે ડગ,
ત્યાં તો પેલી પોયણીને
વ્યાપી ગઈ રગેરગ !
ધરતીએ ઢીલા કર્યાં કંચુકીના બંધ,
પવનને પાથરણે આળોટતી ગંધ.
હાંફતી હવાએ કેવો હેઠો મૂક્યો શ્વાસ !
અનાયાસ જાણે એક જડી ગયો પ્રાસ
હા…શ !’
લાગે કેવી રૂપાળી આ સાંજ !
એક ડાળે બેસી એને જોયા કરે
કપોત ને બાજ !

~ વિનોદ અધ્વર્યુ

સાંજનું આબાદ શબ્દચિત્ર ! અસરદાર પ્રકૃતિચિત્ર ! કવિ પોતાની સાંજને આપણી કરી દે છે.

કવિના જન્મદિને સ્મૃતિવંદના. 

વિનોદ બાપાલાલ અધ્વર્યુ (૨૪૧૯૨૭) કવિ,
વિવેચક, સંપાદક. જન્મ ડાકોરમાં. પ્રાથમિક,
માધ્યમિક શિક્ષણ ડાકોરમાં. ૧૯૪૩માં મૅટ્રિક. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭માં વિલ્સન કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.. તથા ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાત મુખ્ય વિષય સાથેએમ.. ૧૯૫૪માં . જી. ટીચર્સ કૉલેજમાંથી બી.એડ. અને ૧૯૫૭માં એમ.એડ. ૧૯૫૭ થી ૧૯૬૯ સુધી અમદાવાદની બી. ડી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૬૯ થી બાલાસિનોરની આર્ટસકૉમર્સ કૉલેજના આચાર્ય. ૧૯૮૭ થી નિવૃત્ત.

કાવ્યસંગ્રહનંદિતા’ (૧૯૬૦)માં પ્રયોગશીલ કવિતા છે. અર્થઘનતા,
પ્રતીકાત્મકતા અને લાઘવ એમની કવિતાનાં પ્રમુખ લક્ષણો છે. એમણે નવલકથા સાહિત્યસ્વરૂપ પરમાયાલોક’ (કનુભાઈ જાની સાથે,
૧૯૬૫) નામક પુસ્તક આપ્યું છે. ‘ગુજરાતી નાટકનું ગદ્ય’ (૧૯૬૭)માં નાટકની ભાષા તપાસી છે. ‘રંગલોક’ (૧૯૮૭) નાટ્યસાહિત્યવિષયક લેખોનો સંગ્રહ છે. પ્રેમાનંદ તથા નરસિંહ કૃતસુદામાચરિત’ (૧૯૬૬)ના સંપાદન ઉપરાંત એમણે પ્રેમાનંદ ભટ્ટકૃત ‘અભિમન્યુ આખ્યાન’ (૧૯૬૮)નું સંપાદન કર્યું છે. ‘ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ’ (૧૯૮૩) અનેસુવર્ણ કેસૂડાંએકાંકી’ (૧૯૮૪) પણ એમનાં સંપાદનો છે.

સૌજન્ય : વિકિપીડિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “વિનોદ અધ્વર્યુ ~ સાંજ  ”

Scroll to Top