જુદાં….
કાષ્ઠ
એક વખત જે લીલાં લીલાં વન હતાં
કાષ્ઠ
એક વખત જે દેહની આસપાસ
રાત દિવસ લતાની સુંવાળપ વીંટળાઇ રહેતી
કાષ્ઠ
એક વખત જેની શાખાઓનાં સ્વપ્નો
છેક આકાશને જેઇ અડવા પ્રયત્ન કરતાં
છતાં ધરતીની માયા જેને છૂટતી નહોતી
તે પણ….
ચિતા.
~ વિપિન પરીખ
જુદાં….
કાષ્ઠ
એક વખત જે લીલાં લીલાં વન હતાં
કાષ્ઠ
એક વખત જે દેહની આસપાસ
રાત દિવસ લતાની સુંવાળપ વીંટળાઇ રહેતી
કાષ્ઠ
એક વખત જેની શાખાઓનાં સ્વપ્નો
છેક આકાશને જેઇ અડવા પ્રયત્ન કરતાં
છતાં ધરતીની માયા જેને છૂટતી નહોતી
તે પણ….
ચિતા.
~ વિપિન પરીખ
વાહ ખૂબ સરસ અછાંદસ કાવ્ય, થોડા શબ્દોમાં ઘણું.