વિપુલ પરમાર ~ અંદર

જનમજનમથી  ચાલે  છે  દેકારો અંદર!
આ વખતે પણ આવ્યો નૈ સુધારો અંદર!

ભડભડ કરતું સળગ્યું છે કાગળનું આ ઘર
યાદ  તમારી  ફેંકી  ગઇ  અંગારો  અંદર!

એ કારણ લાગે આ ચિત્રો હરતાં ફરતાં
સ્થિર, સનાતન બેઠો છે, જોનારો અંદર.

મુગ્ધા  માફક માયા  કેવું  મલકાણી છે!
ખાધો આ કોણે ગેબી ખોંખારો અંદર?

લાખ લપેડા લયના, ભાવ ભરો છો ચપટીક
આમાં  સૌને  થાય ઘણો,  મૂંઝારો  અંદર

~ વિપુલ પરમાર

હળવી શૈલીમાં અને હળવા શબ્દોમાં પણ સંપૂર્ણ અર્થગંભીર ગઝલ

તરત હૃદયને સ્પર્શી જાય એવી ગઝલ….   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “વિપુલ પરમાર ~ અંદર”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    ભાર વગર ભવ્ય તત્વજ્ઞાન આપતી નમણી નાજુક ગઝલ

Scroll to Top