વિપુલ પરમાર ~ જનમજનમથી

જનમજનમથી ચાલે છે દેકારો અંદર !

આ વખતે પણ આવ્યો નૈ સુધારો અંદર !

ભડભડ કરતું સળગ્યું છે કાગળનું આ ઘર

યાદ તમારી ફેંકી ગઇ અંગારો અંદર !

એ કારણ લાગે આ ચિત્રો હરતાં ફરતાં

સ્થિર, સનાતન બેઠો છે, જોનારો અંદર.

મુગ્ધા માફક માયા કેવું મલકાણી છે !

ખાધો આ કોણે ગેબી ખોંખારો અંદર ?

લાખ લપેડા લયના, ભાવ ભરો છો ચપટીક,

આમાં સૌને થાય ઘણો, મૂંઝારો અંદર

~ વિપુલ પરમાર

માણસ એનો એ જ રહે છે…. સંતો કહે છે, આ જન્મની યાત્રા આવતા જન્મે આગળ વધે છે પણ એ તો જાગેલા જીવ માટે…. બાકી જે ઘાણીના બળદની જેમ ગોળ ગોળ જ ફર્યા હોય, સ્વાભાવિક છે કે ક્યાંય ન પહોંચે…. ઠેરના ઠેર. આ વાત બહુ સરસ રીતે મત્લાના શેરમાં કહેવાઈ છે. એટલે જ ‘દેકારો’ શબ્દ ખૂબ સૂચિત છે. 

બધા શેર સરસ થયા છે. ત્રીજો શેર પણ ગમી ગયો. બીજા અને છેલ્લા શેર સિવાય આ ગઝલને આધ્યાત્મિક ટચ મળ્યો છે.

OP 11.5.22

***

વિપુલ પરમાર

12-05-2022

આભાર લતાબેન અને વાચકો

છબીલભાઈ ત્રિવેદી

12-05-2022

વિપુલ પરમાર નુ કાવ્ય ખુબજ સરસ બધા શેર ખુબ ગમ્યા.

સાજ મેવાડા

11-05-2022

ખૂબ સરસ ગઝલ, લતાજી આપની નોંધ સરસ કવિના મનોભાવને વ્યક્ત કરે છે.

હરીશ દાસાણી.મુંબઈ

11-05-2022

સરળ શબ્દોમાં સૌંદર્ય મય દર્શન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top