‘વિશ્વ કવિતાદિન’ : ગુજરાતી કાવ્યજગતને મળી રેખ્તા ગુજરાતી વેબસાઇટની ભેટ

આપ સૌને ‘વિશ્વ કવિતાદિન’ની શુભેચ્છાઓ…

અને તમે જાણો છો કે ‘કાવ્યવિશ્વ’ માટે તો રોજ ‘કવિતાદિન’ હોય છે….

કવિતાના ક્ષેત્રે ઓનલાઇન કામ કરવાના હેતુથી ‘કાવ્યવિશ્વ’ kavyavishva.com 9 ઓક્ટોબર 2020થી કાર્યરત છે એ આપ સૌને વિદિત છે.

ગઇકાલે અમદાવાદમાં એક સરસ કાર્યક્રમ યોજાઈ ગયો. ઉર્દૂ, હિન્દી કાવ્યો માટે વિખ્યાત ‘રેખ્તા’ સાઇટ rekhtagujaratai.org હવે ગુજરાતીમાં શરૂ થઈ. મને જાણીતા કવિ શ્રી ઉદયન ઠક્કર તરફથી આમંત્રણ આવેલું. તેઓ આ પ્રોજેકટના સલાહકાર છે. પ્રોજેકટ હેડ શ્રી મેહુલ મકવાણાની ટીમ આ વેબસાઇટ માટે કાર્યરત છે.

કાવ્ય માટે મધ્યયુગથી માંડીને આજના કવિઓ સુધી આ વેબસાઇટનું ફલક વિસ્તરેલું છે. પુસ્તકોનું ડિજિટલાઇઝેશન કરવાનો મહત્વનો પ્રોજેકટ પણ હાથ ધરાયો છે. કીડ્ઝ લર્નિંગ એપ રેખ્તા દ્વારા શરૂ થઈ જે ગુજરાતી ભાષા માટે એક ઉત્તમ અને સ્તુત્ય પ્રયાસ છે.  

કાર્યક્રમના ખાસ મહેમાનો હતા પૂજ્ય મોરારીબાપુ, જાણીતા ફિલ્મ કલાકાર શ્રી પરેશ રાવલ, સર્જક શ્રી રઘુવીર ચૌધરી, રેખ્તા ફાઉન્ડેશનના સ્થાપક સંજીવ સરાફ, ભારતના સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતા. અને કાર્યક્રમના સંચાલનનો દોર સંભાળ્યો હતો જાણીતા કવિ ડો. રઈશ મનીયારે.

હવે દરેક ક્ષેત્રે ડિજિટલાઇઝેશનનો કોઈ વિકલ્પ જ નથી, કાવ્યવિશ્વ પણ આ જ હેતુથી અને આ જ દિશામાં 2020થી કાર્યરત છે ત્યારે આવા પ્રયાસોને આવકાર, આનંદ અને શુભેચ્છાઓ…  

લતા હિરાણી

www.kavyavishva.com  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “‘વિશ્વ કવિતાદિન’ : ગુજરાતી કાવ્યજગતને મળી રેખ્તા ગુજરાતી વેબસાઇટની ભેટ”

Scroll to Top