શબનમ ખોજા ~ પ્રથમ છોડરૂપે & હું તૃષાનો અંત છું * Shabanam Khoja  

કોઈ

પ્રથમ છોડરૂપે ઉગાડે છે કોઈ
પછી મૂળસોતું ઉખાડે છે કોઈ!

જો દરિયે ડૂબું, કોઈ આવી ઉગારે
ને રણ ચીતરું તો ડૂબાડે છે કોઈ!

પ્રતીક્ષામાં તારી થયા કાન આંખો
સતત લાગતું કે કમાડે છે કોઈ !

વહી જાય મન મારું મૂષકની માફક
મધુરી-શી બંસી વગાડે છે કોઈ !

થયો સ્પર્શ ત્યાં કેવી ખીલી ઉઠી છે!
કે
શબનમને ફૂલો અડાડે છે કોઈ.

~ શબનમ ખોજા

ગુજરાતી યુવા કવયિત્રીઓમાં શબનમ ખોજાનું નામ નોંધપાત્ર છે. તાજગીભરી અને ગઝલિયતથી ભરી ભરી ગઝલ તેમની પાસેથી મળ્યા કરે છે.
આ ગઝલનો મત્લા મન મોહી લે છે. પ્રેમમાં છળ નવી વાત નથી પણ કવિએ જે રીતે નિરૂપી છે
, કાબિલે દાદ છે… આ શેરને જીવન-મરણના સંદર્ભમાં પણ જોઈ શકાય…તો બીજા શેરમાં બે અંતિમો અસરકારક રીતે ચીતરાયા છે.  એવું જ ‘કાનનું આંખો થવું’….. અને મકતાનો શેર અદભૂત અદભૂત !

અંત છું

હું તૃષાનો અંત છું,
હા, સ્વભાવે સંત છું!

જે છું એ સામે જ છું,
હું ક્યાં હસ્તીદંત છું ?

શબ્દરૂપે અલ્પ છું,
અર્થમાં અત્યંત છું!

જો મને કણ-કણ મહીં
સઘળે મૂર્તિમંત છું.

બાજુઓનું જોર છું
ભાગ્યથી બળવંત છું.

છું ફકીરી અંચળો
સર્વદા શ્રીમંત છું.

પ્રગટું છું ગઝલો થકી
કોઈ દૈવી ખંત છું !

~ શબનમ ખોજા

ટૂંકી બહરમાં અસરદાર કામ. ‘હાથીના દેખાડવાના જુદા અને….’ આ રૂઢિપ્રયોગનો કેવો સરસ ઉપયોગ !  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

14 thoughts on “શબનમ ખોજા ~ પ્રથમ છોડરૂપે & હું તૃષાનો અંત છું * Shabanam Khoja  ”

  1. Shabnam Khoja

    કાવ્યવિશ્વ પર મારી ગઝલોને સ્થાન આપવા બદલ આપની આભારી છું લતાબેન. 💐🙏

  2. Radhika Thacker

    બંને ખૂબ સુંદર રચના સખી….. તારી કલમ આમ જ વિસ્તરતી રહે…

  3. શેખર શાહ

    બન્ને રચના અતિ સુંદર … વાહ વાહ

Scroll to Top