સમજણનું પહેર્યું મેં વસ્તર, મોં પર વાસ્યું તાળું.
ઈચ્છાના ઉઝરડા ઢાંક્યા, અંદર બસ અંધારુ.
કોને જઈને કહેવી સૈયર આ તો કાળી પીડ,
અંગ અંગને કોરી ખાતી જેમ ઝાડને તીડ !
હૈયે નકરા સોળ ઉઠ્યા છે, કોને જઈ દેખાડું?
તેં કીધું’તું થોડા દિવસો રહીશ મારી અંદર
હાય ઉદાસી ! તું તો લાવી ડૂમા કેરો સમદર !
ઉપરથી દીધાં તેં આંસુ કહીને ‘આલ્લે ભાડું’ !
– શબનમ ખોજા
આ ગીત વાંચવાનું શરૂ કર્યું અને એકધારી અનુભૂતિ તે સ્ત્રીની જુગજુની પીડાની… ખાસ કરીને પોતાના મનાતા લોકો તરફથી… અને એમ થાય કે હા, આ સ્પર્શી જાય એવું જરૂર છે પણ આવું બધું તો કહેવાઈ ગયું છે … બીજો અંતરો આવ્યો અને ‘ઉદાસી’ને સંબોધન ! એ કંઈક જુદું લાગ્યું…. અને છેલ્લી લાઇન, “ઉપરથી દીધાં તેં આંસુ કહીને ‘આલ્લે ભાડું’ !” અને મન વાહ વાહ પોકારી ઉઠ્યું. ઉદાસી ભાડામાં આંસુ આપે એ તો તદ્દન નવું, મૌલિક અને અવાચક કરી દેતું કલ્પન ! અને આ ગીતે મનનું મેદાન મારી લીધું !
2.7.21
આભાર આપનો
03-07-2021
શબનમ આ તો આનંદ વહેંચવાની વેબસાઇટ છે….
બહેન સરલા સુતરીયા, બહેન પૂર્વી બ્રહ્મભટ્ટ, બહેન રેખા ભટ્ટ, બહેન સુધા ભટ્ટ, શ્રી અનિલ વાઘેલા, શ્રી વારિજ લુહાર, ડો. પુરુષોત્તમ મેવાડા, શ્રી છબીલભાઈ ત્રિવેદી અને મુલાકાત લેનાર સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
3.7.21
શબનમ ખોજા
03-07-2021
સર્વે વડીલો તેમજ મિત્રોનો પણ આભાર ??????
શબનમ ખોજા
03-07-2021
મારા ગીતને આ સુંદર website પર સ્થાન આપવા બદલ આપની ખૂબ ખૂબ આભારી છું લતાબેન..
આ સાઈટના માધ્યમથી સાહિત્યના વિવિધ રૂપોના કલેક્શન દ્વારા તમે સાહિત્યની ઉમદા સેવા કરી રહ્યાં છો અને શ્રેષ્ઠ વાંચન સામગ્રી પણ પૂરી પાડી રહ્યાં છો એ બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ ????????
અનિલ વાઘેલા
03-07-2021
વાહહ બેના જોરદાર ગીત
વર્ષોથી છાતીમાં કણસતી મૂંગી પીડાને વાચા ફૂટી હોય એવું લાગે
જય હો… જિયો જિયો
Sarla Sutaria
03-07-2021
સ્ત્રીઓની પીડા સુપેરે વર્ણવી કવયત્રીએ. હ્રદય વેધક રચના ?
Varij Luhar
02-07-2021
ડૂમા ઉદાસીનું ભાડું..સરસ
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
02-07-2021
ખરેખર આ ગીત સ્રીની.આંતરિક વેદનાને ઉજાગર કરે છે, વેદના, ઉદાસી એ સ્થાઇ ભાવ અનુભવાય છે.
પૂર્વી બ્રહ્મભટ્ટ
02-07-2021
વાહ શબનમ
છબીલભાઇ ત્રિવેદી
02-07-2021
આજનુ કાવ્ય ખુબજ સરસ આપે આપેલો કાવ્ય સાર પણ અેટલોજ સરસ આભાર ઘણી વસ્તુ કહેવાય ગયેલી હોય પણ થોડા નવા શેર ખરેખર ખુબજ સરસ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
પ્રફુલ્લ પંડ્યા
02-07-2021
સ-રસ ગીત : શબનમ ખોજા ગઝલની સાથે ગીતમાં પણ સરસ કામ કરી રહ્યાં છે.અભિનંદન !
રેખાબેન ભટ્ટ
02-07-2021
સ્ત્રીની લાગણી વ્યક્ત કરતી, એકદમ અલગ રીતે જ કહેવાયેલી વ્યથા. શબનમ ખોઝાને અભિનંદન.
આટલું સુંદર કાવ્ય અમને વાંચવા મળ્યું., આભાર લતાબેન.
દરિયામાંથી મોતી શોધી લાવો છો.
sudha mehta
02-07-2021
kharekhar navu !!
