શયદા ~ હરણ છૂટ્યું * Shayda

હાથ આવ્યું હતું, હરણ છૂટ્યું
હાય, મારું એ બાળપણ છૂટ્યું

પગથી છૂટી જવાની પગદંડી
એમનું જો કદી રટણ છૂટ્યું

મદભરી આંખ એમની જોતાં
છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું

કોઈની આશને ઘરણ લાગ્યું
કોઈની આશનું ઘરણ છૂટ્યું

સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું

એમના પગ પખાળવા કાજે
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યુ

કોણ ‘શયદા’ મને દિલાસો દે ?
ચાલ, તારું જીવન-મરણ છૂટ્યું 

 ~ શયદા  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “શયદા ~ હરણ છૂટ્યું * Shayda”

  1. ઘરણ લાગવાની ને છૂટવાની વાત અંદાજ મજાનો છે.

Scroll to Top