શયદા ~ હોય ગમ & તું કહે છે * Shayda

🥀 🥀

*હોય ગમ લાખો ભલે*  

હોય ગમ લાખો ભલે, એ ગમનો મુજને ગમ નથી
આપ શ્વાસે શ્વાસમાં છો એ ખુશી કંઇ કમ નથી

એક છે એની જુદાઇ એક એની યાદ છે
બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી

એની ત્યાં દ્રષ્ટિ ફરી ને અહીંયા મુજ ભાવી ફર્યું
દમ વિનાની વાત છે, આ વાતમાં કંઇ દમ નથી

~ શયદા (24.10.1892 – 31.5.1962)

🥀 🥀

*તું કહે છે*

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે

~ શયદા (24.10.1892 – 31.5.1962)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “શયદા ~ હોય ગમ & તું કહે છે * Shayda”

  1. એક છે એની જુદાઇ એક એની યાદ છે
    બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી.
    બન્ને રચનાઓ સરસ.
    સરયૂ પરીખ

Scroll to Top